Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ચૂંટણી પૂરી થતાં જ પાણીમાં ધાંધિયા: રાજકોટવાસીઓને સહન કરવો પડશે પાણીનો કાપ

સંકેત પંડ્યા – એડિટર

ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ એક તરફ શહેરમાં રાજમાર્ગો પર આડેધડ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ આગામી શુક્રવાર અને શનિવાર એક બે દિવસ પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. પ્રચંડ જનાદેશ બાદ હવે વિરોધ કરવાવાળું કોઇ રહ્યું ન હોય મહાપાલિકાના ભાજપના શાસકો બેફામ બની ગયા છે. ઐતિહાસિક પરિણામના એક સપ્તાહ પછી તરંત જ શહેરીજનોની હાલાકીમાં જાણે વધારો કરવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. ભાદર યોજના આધારીત પાઇપલાઇનમાં ભાદરડેમ થી રાજકોટ શહેર સુધી આવતી પાઈપલાઈન લીકેજ હોવાના કારણે પાઈપલાઈન રીપેરીંગ કરવાની કામગીરી સબબ તા.16ને શુક્રવારના આજ રોજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ હેડ વર્કસ અંતર્ગત આવતા ગોડલ રોડ સાઈડ વોર્ડ નં.13 અને વાવડી હેડ વર્કસ અંતર્ગતના વોર્ડ નં.11 (પાર્ટ) વોર્ડ નં.12 (પાર્ટ)ના વિસ્તારોમાં તથા તા.17 ને શનિવારના રોજ ઢેબર રોડ સાઈડ વોર્ડ નં.7 (પાર્ટ) વોર્ડ નં.14 (પાર્ટ) વોર્ડ નં.17 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. વોડં નં.13ના ગોંડલ રોડ પરના નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ. વાવડી હેડ વર્કસ હેઠળના વોર્ડ નં.11ના અંબિકાટાઉનશીપ-પાર્ટ, વોર્ડ નં.12 (પાર્ટ)ના વાવડી ગામ, વિશ્ર્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટી વિસ્તારોમાં શુક્રવારે પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે વોર્ડ નં.7ના ગુરૂકુળ ઢેબર રોડ તરફ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે વિસ્તારો વોર્ડ નં.14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક વિસ્તારો અને વોર્ડ નં.17ના નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ વિસ્તારોમાં શનિવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

Share

Related posts

અંગદાન_કાર્યકર્તા_સંમેલન_2024_ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લી. (GSC Bank), અમદાવાદ ખાતે…

gujaratjanekta

દાહોદ શહેરની કુ.રાજવી વિજય કુમાર કડિયા એ રાષ્ટ્રીય યુવા મહોત્સવ ૨૦૨૫ નાં વિકસિત ભારત યંગ લીડરમાં પ્રદર્શન કરી દાહોદની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

gujaratjanekta

અખિલ ભારતીય ગાયત્રી પરિવાર લીમડી દ્રવારા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial