Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મહિસાગરમાં શાહે કહ્યું, કોંગ્રેસીયાઓએ આસ્થા કેન્દ્રોને અપમાનિત કરવાનું કામ કર્યું ભાજપે તેનો પૂર્ણોદ્ધાર કરવાનું કામ કર્યું

 સંકેત પંડ્યા – એડિટર

અમિત શાહનો ભાજપ તરફથી પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે તેમની વિવિધ સભાઓના આયોજનો પણ થઈ રહ્યા છે. તેમની સભા મધ્યગુજરાતમાં આજે યોજવામાં આવી હતી જ્યાં તેમણે કોંગ્રેસટ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત મહિસાગરમાં કડાણા તાલુકામાં થયેલા કામોને લઈને કેટલીક મહત્વની વાત કહી હીત 

મહિસાગરમાં કડાણા ખાતે ગૃહમંત્રી અમિત શાહે જનસભાને સંબોધતા કહ્યું હતું કે, સંતરામપુરમાં જનતા માટે સામુદાયીક વન, સાયન્સ કોલેજ બનાવી આ ઉપરાંત તાલુકાઓના સેન્ટરમાં ડાયાલિસીસ સેન્ટરો બનાવવામાં આવી. બાલાસિનોરમાં ડાયનાસોર પાર્ક બનાવ્યા.

1.55 લાખ ધરોમાં સૌચાલયો બનાવવામાં આવ્યા. સંતરામપુર તાલુકામાં સુજલામ, સુફલામના માધ્યમથી પાણીની વ્યવસ્થા કરી. આદિવાસી વિસ્તારમાં તમામ ગામોને પાકા રસ્તાથી જોડ્યા. આદિવાસીઓના ભણતરની ચિંતા કરી છે. કોરોનાકાળમાં ગરીબોને આનાજ મફત આપવાનું કામ કર્યું છે. 

કોંગ્રેસીયાઓએ અંદરો અંદર લડાવવા સિવાય કોઈ કામ નથી કર્યું. અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવુ જોઈએ. બાબરે મંદિર તોડ્યું ત્યારથી રામ મંદિરનું કામ ના કર્યું. એકવાર પીએમ મોદીએ સવારે જઈ ભૂમી પૂજન કરી રામ મંદિરનો પાયો નાખ્યો. કોંગ્રેસીયાઓએ આસ્થા કેન્દ્રોને અપમાનિત કરવાનું કામ કર્યું ભાજપે તેનો પૂર્ણોદ્ધાર કરવાનું કામ કર્યું છે. 

મધ્યગુજરાતમાં અમદાવાદમાં પણ અમિત શાહનો રોડ શો 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે સાંજે પૂર્વ અમદાવાદમાં પ્રચંડ રોડ શો યોજવામાં આવશે. આ પહેલા તેમની જાહેર સભા પૂર્વ અમદાવાદમાં યોજવામાં આવી હતી ત્યારે આજે તેઓ રોડ શો અસારવા વિસ્તારમાં સાંજે કરશે. શાહનો રોડ શો પણ યોજવામાં આવશે. આ રોડ શો મોહન સિનેમાથી શરુ કરીને કલાપીનગપ બસસ્ટેન્ડ અસારવા સુધી યોજવામાં આવશે. 

Share

Related posts

લીમખેડાના રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા ઇસ્લામિક આતંકવાદ સામે આકરો વિરોધ નોંધાવ્યો.

gujaratjanekta

સાહેબ અમે વિકાસ નથી જોયો અમારે પણ વિકાસના દર્શન કરવા છે : ગામમાં પ્રાથમિક સુવિધા ન મળતા જીલ્લા કલેક્ટરને વેદનાભર્યુ આવેદન પત્ર !

gujaratjanekta

શહેર માં ૧૪ કિ.મી.ની ઝડપે ટાઢો પવન ફૂંકાયો ઠંડીનું વાતાવરણ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial