Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

આચાર સંહિતા બાદ પણ ભાજપની સામગ્રી વેચાતી હોવાનો આક્ષેપ, કથિરિયાની ફરીયાદ

સંકેત પંડ્યા – એડિટર

સુરતમાં  આચારસંહિતા લાગુ હોવા છતાં આચારસંહિતાનો ભંગ કરી પત્રિકાઓ અને ભાજપની ડાયરીઓ વહેંચી રહ્યા હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક કારમાંથી આ પ્રકારની સામગ્રીઓ અને એક દારુની બોટલ મળી આવી હતી.
 
આચારસંહિતા હોવા છતાં ભાજપના લોકોએ આચારસંહિતાનો ભંગ કરીને ત્રણ-ચાર લોકો સાથે મળીને ભાજપના પેમ્ફલેટ અને ડાયરીઓ વરાછામાં વેચી હોવાનો આરોપ કથિરીયા દ્વારા વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો છે. 

વરાછા વિધાનસભા બેઠકના ચોક્સી બજારમાં દારૂની બોટલો અને પુસ્તકો ભરેલી પેટી ઝડપાઈ છે. જેને લઈને વરાછામાં રાજકારણ ગરમાયું છે. જે અંગે અલ્પેશ કથીરીયાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો ખુલાસો કરી ફરિયાદ નોંધાવી હતી. વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથિરીયા તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં અલ્પેશ કથીરિયાની હાજરી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અલ્પેશ કથીરિયા ખુદ કહી રહ્યા છે કે ભાજપના પેમ્ફલેટ અને દારૂની બોટલો છે. 

વીડિયોમાં અલ્પેશ કથીરિયા આક્ષેપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ પણ વોચમેનની મદદથી મીની બજાર અને ચોક્સી માર્કેટની આસપાસના વિસ્તારોમાં ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવા માટે પૈસા આપવામાં આવ્યા છે. કથિરીયાનું કહેવું છે કે, વાહનમાંથી જે રીતે ચૂંટણીની સામગ્રી મળી આવી છે તે જોતા સ્પષ્ટ થાય છે કે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે. ચોક્સી માર્કેટના વેપારીઓનો ખૂબ ખૂબ આભાર, જેમણે પોતે મને આ બાબતની જાણ કરી.

Share

Related posts

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

Admin

ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાને લઈને જાણો આપે શું લીધો નિર્ણય

gujaratjanekta

ફતેપુરા વિધાનસભા ના સુખસર માં કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial