Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

બીજા તો છ નંબરના છક્કાઓ છે – ભાષણમાં ફરી મધુ શ્રીવાસ્તવનો બફાટ

 સંકેત પંડ્યા – એડિટર

વડોદરામાં જરોદ ખાતે ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે દાદાગીરીના અંદાજમાં લોકો સમક્ષ કહ્યું હતું કે, તમે 7 નંબરનું બટન દબાવજો બીજા તો 6 નંબરના છક્કાઓ છે. આ સાથે મધુ શ્રીવાસત્વે મૂંછો પર તાવ આપ્યો હતો અને કહ્યું કે, હું એ જ જ 1995ના સમયનો બાહુબલી છું. આમ ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે બફાટ કર્યો હતો.

વડોદરા નજીકના જરોદમાં ખાતેના કાર્યક્રમમાં બીજેપીથી રાજીનામું આપી ચૂકેલા અને સતત જીતતા આવેલા અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈ મારા કાર્યકર્તાનો કોલર પકડેને તો હું આજે પણ 1995નો બાહુબલી છું. તમે 7 નંબરનું બટન દબાવો બાકીના 6 નંબરના તો છક્કાઓ છે. આમ ફરી એકવાર તેમને બફાટ કર્યો હતો. અગાઉ ગોળી મારવાના નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા અને પછીથી સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગોળી તો મીઠી ગોળી કે દવાની ગોળી પણ હોઈ શકે છે. 
 
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈએ કોઈ કામ કર્યું નથી. તમે મને ટીવી પર અને રૂબરૂ જોયો જ હશે. ઘરે આવ્યા પછી પણ તમે જોયું જ હશે. આ 6 ઉમેદવારોમાં ભાગ્યે જ કોઈનું ઘર જોવા મળ્યું છે. તેમને પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ બતાવ્યા હશે તેમને બીજું કંઈ કર્યું નહીં. લોકોના કામ કરવા માટે તેમને પાઠ ભણાવવો જોઈએ. વિકાસના કામ કરો જેથી લોકોને રોજીરોટી મળે. પાણી આપવાનો પ્રયત્ન કરો. જાતિના ભેદભાવ વિના લોકો માટે નિઃસ્વાર્થ કાર્ય કરો.

વાઘોડિયા અને નંદેસરીના ઔદ્યોગિક વિસ્તારોના 25 વર્ષના ઈતિહાસમાં કંપનીના માલિક કે મેનેજર પાસેથી ક્યારેય ચૂંટણીનું દાન માંગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર પણ મેં ક્યારેય કર્યો નથી તેમ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું. જીવ્યા સુધી કામ કરવાનું વચન આપ્યું છે. હું મારું વચન પાળીશ. હું ગેરકાયદેસર મકાનોને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરીશ. તેમ પણ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું. 

Share

Related posts

ભારતીય મૂળના વ્યક્તિએ અમેરિકામાં રચ્યો ઈતિહાસ, બન્યા કેલિફોર્નિયાના પ્રથમ શીખ મેયર

Admin

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અમન ડે સ્કુલ, ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન – જાણો વધુ

gujaratjanekta

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા દ્વારા જિલ્લા ની તમામ ગેસ એજન્સી ના ડિસ્ટ્રીબ્યુટરો બેઠક યોજવામાં આવી!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial