Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : રાજકોટની પશ્ચિમ બેઠક માટે ફરી એકવાર લોબિંગ શરુ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય દળો માટે ચૂંટણીની ટિકિટોને લઈને માથાનો દુખાવો શરુ થઇ ગયો છે. દરેક રાજકીય પક્ષોમાં વિધાનસભાની ટિકિટ માટે લોબિંગ શરુ થઇ ગયું છે અને આ મામલે ભારતીય જનતા પાર્ટી પણ પાછળ નથી. ભરતીય જનતા પાર્ટીમાં પણ ટિકિટો માટે લોબિંગ શરુ થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવરોની જાહેરાત કરે તે પહેલા જ રાજકીય નેતા પોતાના મળતિયાને ટિકિટ આપવા મહેનત કરી રહ્યા છે. 

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં વધુ ને વધુ બેઠક મળે તે માટે વધારે પ્રયાસ કરશે જો કે સૌરાષ્ટ્રના રાજકોટમાં પશ્ચિમ બેઠક માટે એક પછી એક નેતાનું ભાજપમાં લોબિંગ શરુ થઇ ગયું છે. રાજકોટ પશ્ચિમ બેઠક ખુબ જ હાઈપ્રોફાઈલ બેઠક છે. રાજકોટની બેઠક જીતેલા કર્ણાટકના પૂર્વ ગર્વનર અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ તેમના પીએ માટે ટિકિટ માંગી છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી અને પશ્ચિમ બેઠકના હાલના ધારાસભ્ય વિજય રૂપાણીએ પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વજુભાઇ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા થઇ રહી છે કે વિજય રૂપાણી તેમની સીટ પર તેમના નજીકના નીતિન ભારદ્વાજને ટીકીટ મળે તે માટે પણ લોબિંગ શરુ કરી દીધું છે. 

રાજકોટ પશ્ચિમ બેઠક વિધાનસભાની 69 બેઠક તરીકે ઓળખાઈ છે. આ બેઠક પર ભાજપના જ અનેક દાવેદારો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનું નામ આ બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતા શાહ, કશ્યપ શુક્લ તેમજ અનિલ દેસાઈના નામની પણ ચર્ચા આ બેઠક માટે થઇ રહી છે. નોંધનીય છે કે આગામી મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે જેનું પરિણામ 8મી તારીખે જાહેર થશે. 

Share

Related posts

ઝાલોદ તાલુકાના ઠુઠી ચેકપોસ્ટ પરથી 56392 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ આરોપી ફરાર

gujaratjanekta

ઝાલોદ રામદ્વારા મંદિર ખાતે બહુચર માઁ ના પ્રાગટ્ય દિવસ નિમિતે પટેલ સમાજના આનંદના ગરબાએ ધૂમ મચાવી

gujaratjanekta

કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી કોને વિપક્ષ નેતા બનાવશે તે હજુ નક્કી નથી કરી શકતી, નેતાની પસંદગી માટે હાઇકમાન્ડ સમક્ષ ચર્ચા કરી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial