Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ઠુઠી ચેકપોસ્ટ પરથી 56392 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ આરોપી ફરાર

પંકજ પંડિત- ઝાલોદ.

હાલ ઝાલોદ નગરમાં હોળીના તહેવાર તેમજ લગ્નસરાની સિઝન આવનાર હોઈ બુટલેગરો દ્વારા નગરમાં દારૂનો જથ્થો ન ઘુસાડી શકે તે માટે ડી.વાય.એસ.પી પટેલ દ્વારા સતત પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા આદેશ આપેલ છે. ઝાલોદ પોલીસ ઠુઠી ચેકપોસ્ટ પર પેટ્રોલીંગમા હતી તે સમયે પી.એસ.આઇ માળી અને સે.પો.સ.ઇ સીસોદીયાને બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ડુંગરા તરફથી એક નંબર વગરની જ્યુપિટર ગાડી પર વિદેશી દારૂનો જથ્થો લઈને આવનારની બાતમી મળેલ હતી.બાતમી વાળું વાહન આવતા પોલીસ દ્વારા જ્યુપિટર ગાડી રોકવાનો પ્રયાસ કરાતાં ચાલક દ્વારા ગાડી વળાવી નાસી છૂટવાની કોશિશ કરવામાં જતા ચાલક દ્વારા બેલેન્સ ન રહેતા તે ગાડી પડી જતાં જ્યુપિટર ચાલક રાજેશ ભીખા ગરાસીયા ( ઠુઠી કંકાસીયા, ઝાલોદ ) તેમજ અન્ય એક આરોપી દાઉદ ગજરા ડામોર ( મઘાનીસર, ઝાલોદ ) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરાતા આ માલ મઘાનીસર ખાતે લઈ જવામાં આવનાર હોવાનું માલુમ પડેલ હતું. પોલીસ દ્વારા 288 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 31392 અને જ્યુપિટર ગાડીની કિંમત 25000 થઈ કુલ 56392 રુપિયાનો વિદેશી દારૂ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળેલ હતી.

Share

Related posts

દેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી અચરાઈ હોવાની રજૂઆતને લઈ લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

gujaratjanekta

૪૦૦ કરતાં વધુ કામદારોને મળવાપાત્ર ૩૦૦ રજાઓ અને ગ્રેજ્યુટી આપવા સરકારનો આદેશ : પરિવારોમાં આનંદની લાગણી

gujaratjanekta

ઝાલોદ ગોયલ પેલેસ ખાતે શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત પ્રદેશની કાર્યકારિણી બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial