Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ રામદ્વારા મંદિર ખાતે બહુચર માઁ ના પ્રાગટ્ય દિવસ નિમિતે પટેલ સમાજના આનંદના ગરબાએ ધૂમ મચાવી

પંકજ પંડિત

માઁ શક્તિ મહિલા મંડળ દ્વારા કરાતા આનંદનો ગરબો નગરમાં લોકપ્રિયઆજરોજ તારીખ 03-12-2024 મંગળવારના રોજ એટલે કે અષાઢ સુદ-2 નો દિવસ એટલે બહુચર માઁ નો પ્રાગટ્ય દિવસ. બહુચર માઁ નું મુખ્ય દેવ સ્થાન મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આવેલું છે.ઝાલોદ નગરમાં રામદ્વારા મંદિર ખાતે બહુચર માઁ ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે માઁ શક્તિ મહિલા મંડળ મુવાડાના આનંદના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ નો ગરબો એટલે કે આનંદ શબ્દ સાંભળતાની સાથે જ ચહેરા પર આનંદ છવાઈ જાય છે. મનમાં અનેરો ઉત્સાહ છવાઈ જાય છે. માનવીના જીવનમાં આનંદની અનુભૂતિ થવાથી શોક, દુખ, ભય, વ્યાધિ જોજનો દૂર ચાલ્યા જાય છે. આ કપટી અટપટી દુનિયામાં આનંદ મેળવવાનો ટૂંકો માર્ગ એટલે આનંદનો ગરબો.આવોજ આનંદ ઉત્સાહ અને ખુશીની લહેર મુવાડા પટેલ સમાજની માઁ શક્તિ મહિલા મંડળ દ્વારા આનંદનો ગરબો સુંદર રીતે પ્રસ્તુત કરી લોકોના મન જીતી લીધા છે. પટેલ સમાજની અંદાજિત 100 જેટલી મહિલાઓના ગ્રૂપ દ્વારા આનંદનના ગરબાનું સંગીતમય રીતે સુંદર પઠન કરવામાં આવે છે. પટેલ સમાજની સહુ મહિલા સમયના પાબંદ સાથે આનંદનો ગરબો કરતી હોય છે. આ ગ્રુપની દરેક મહિલાઓ એક જ કલરની સાડીના વેશમાં જોવા મળે છે જે તેમને બીજાના કરતાં સુંદર અને આકર્ષિત બનાવે છે. પટેલ સમાજની મહિલા મંડળ દ્વારા અંદાજીત બે કલાક આ ગરબાનાની રજૂઆત કરવામાં લાગે છે. દરેક મહિલાઓ એક જ તાલથી સુંદર રીતે આનંદનો ગરબાની પ્રસ્તુતિ કરતા હોય છે. રામદ્વારા મંદિર ખાતે કરવામાં આવેલ આનંદના ગરબામાં મોટા પ્રમાણમાં મહિલાઓ ભક્તિનો આનંદ લેવા આવી હતી. દરેક મહિલાઓ આનંદના ગરબાના રંગમાં રંગાઈ ગયેલ હતા. આનંદના ગરબા પછી માઁ અંબાની આરતી અને પ્રસાદીનો લ્હાવો ઉપસ્થિત સહુ મહિલાઓએ લીધો હતો. છેલ્લે સહુના મુખે એક જ વાત આનંદનો ગરબો તો માઁ શક્તિ મહિલા મંડળનો જ.

Share

Related posts

મહીસાગર મુક્તિધામ ટ્રસ્ટ સંચાલિત દેગામડા પાસે આવેલ નદી કાંઠે નિર્માણ થઈ રહેલા સ્મશાન ગૃહ માટે સતત મળી રહેલો દાનનો ધોધ

gujaratjanekta

ગુજરાત ચૂંટણીની તૈયારી માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ગૃહમંત્રી, ભાજપના અધિકારીઓએ તમામ કાર્યક્રમો રદ કર્યાં

gujaratjanekta

તવાંગ મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષી નેતાઓએ બંને ગૃહોમાંથી વોકઆઉટ કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial