Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી કોને વિપક્ષ નેતા બનાવશે તે હજુ નક્કી નથી કરી શકતી, નેતાની પસંદગી માટે હાઇકમાન્ડ સમક્ષ ચર્ચા કરી

વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો મેળવનારી કોંગ્રેસે પોતાના ધારાસભ્યો પૈકી વિપક્ષના નેતા કોને બનાવવા તે જાહેર કર્યું નથી. જો કે આ માટે રવિવારે દિલ્હીમાં કોંગ્રેસના હાઇકમાન્ડના નેતાઓ સાથે ગુજરાત કોંગ્રેસ વિધાનમંડળના સભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષના નેતાની નિમણૂક બાબતે ચર્ચા થઇ હતી, જો કે બેઠક બાદ કોઇ નિર્ણય જાહેર કરવાને બદલે તે અંગેની જાહેરાત મંગળવાર સુધીમાં કરવાનું નક્કી થયું છે.

કોંગ્રેસના સૂત્રો જણાવે છે કે, હાઇકમાન્ડે આ મુદ્દો પોતાની પાસે જ રાખ્યો છે. આ માટે જે ત્રણ કે ચાર સિનિય૨ નેતાના નામ આગળ ચાલી રહ્યા છે તેમાંથી ગમે તે એકને વિપક્ષના નેતા બનાવાઇ શકે છે. હાલ તેમાં શૈલેશ પરમાર, સી જે ચાવડા, અર્જુન મોઢવાડિયા અને તુષાર ચૌધરીના નામોનો સમાવેશ થાય છે. જો કે વિપક્ષના નેતાનું પદ ખૂબ પ્રભાવી હોવાથી તેમાં આંતરિક ખેંચતાણ થાય તેવી શક્યતાને જોતાં હાલ કોઇ નામ અપાયું નથી. સૂત્રો જણાવે છે કે આ સિવાય પક્ષના ઉપનેતા અને દંડક તરીકે પણ નામો હજુ સુધી સૂચવાયા નથી, પરંતુ તેમાં એક સિનિયર અને એક યુવાન ધારાસભ્યની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. વિધાનસભાના નિયમો પ્રમાણે વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી સમાન દરજ્જો અને સુવિધા મળે છે.

તેમને વિધાનસભા સંકુલમાં અલાયદું કાર્યાલય, સ્ટાફ, બંગલો અને ગાડી મળે છે. કોંગ્રેસ પાસે હાલ વિધાનસભાની કુલ બેઠકોના દસમા ભાગના સભ્યો નથી, પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતાની નિમણૂંકના કાયદા પ્રમાણે સત્તાપક્ષ બાદ બીજા ક્રમે સૌથી વધુ સભ્યો ધરાવતો પક્ષ વિપક્ષના નેતાની નિયુક્તિ કરી શકે છે.

Share

Related posts

ખેલ મહાકુંભ ૨૦૨૫ : મહીસાગર જિલ્લાની ખ્યાતનામ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ સિદ્ધિ મેળવી – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ પોલીસે 29,136 ના વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી એક ફરાર

gujaratjanekta

માર્ગ અને મકાન વિભાગ દાહોદ પંચાયત દ્વારા ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વથી લેલાવાના રોડ પર અને ઘુઘસ રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial