Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મોડાસામાં 8 ગાયની ચોરી કરી કસાઇઓઓ કતલખાને લઇ ગયા, માઝૂમ નદીના ઢાળે સંતેળેલી ગાયોને પોલિસે બચાવી, કસાઈઓ ફરાર..!!!

 સંકેત પંડ્યા – એડિટર

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે મોડાસા શહેરમાં કસાઇઓ બેફામ બની ગાયોની ચોરી કરી કતલખાને ધકેલી દેતા હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે મોડાસા શહેરના ભાવસારવાડામાં રહેતા પશુપાલકની ગાયની ચોરી થતા પશુપાલકે ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે શહેરના કસ્બા વિસ્તાર નજીક પસાર થતી માઝુમ નદીના કિનારે ઢાળમાં બાંધેલી 8 ગાયોને બચાવી લીધી હતી પોલીસે રેડ કરતા ત્રણ કસાઈઓ રફુચક્કર થતા ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા શહેરના ભાવસાવાડા વિસ્તારમાં રહેતા હિતેશ સાગરભાઈ રબારીની ગાયની ચોરી થતા ચોકી ઉઠ્યા હતા અને ગાયની શોધખોળ હાથધરાતા કસાઈઓએ માઝુમ નદીના કિનારે ચોરી કરેલી ગાય બાંધી હોવાની જાણ થતા તાબડતોડ ટાઉન પોલીસને જાણ કરી હતી ટાઉન પોલીસનો કાફલો કસ્બા નજીક પસાર થતી માઝુમ નદીના કિનારે કોમ્બિંગ કરતા 8 ગાય મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે માઝુમ નદીના કિનારે સંતાડેલ 8 ગાયને કતલખાને જતા બચાવી લીધી હતી 1.40 લાખ રૂપિયાના 8 પશુઓએ બચાવી લેતા ટાઉન પોલીસની કામગીરીની પશુપાલકો અને જીવદયાપ્રેમીઓએ સરાહના કરી હતી

મોડાસા ટાઉન પોલીસે હિતેશભાઈ સાગરભાઈ રબારીની ફરિયાદના આધારે મોડાસાના ખાટકીવાસમાં રહેતા યુનુસ ખાટકી,નાજીર ખાટકી અને સિદ્દીક ખાટકી સામે ઇપીકો કલમ-379 અને 114 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

Admin

વાઘેલા બાપુનો પંજામાં પુનઃપ્રવેશ, અર્જુન મોઢવાડિયાએ કર્યો ઈશારો . . !

gujaratjanekta

રાજકોટ ખાતે રમાયેલ મેચ દરમ્યાન યુવકે ગ્રાઉન્ડ પર દોડી આવ્યા પડધરી પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial