Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ : બાબા શ્યામની અંગરખીનું પ્રસાદ વિતરણ પણ કરાયું

પંકજ પંડિત

ઝાલોદ નગરના વણકતળાઈ હનુમાનજી મંદિરમા શ્યામ મંદિર ખાતે વસંત પંચમી નિમિતે આજે બાબા શ્યામની વિશેષ પૂજા અર્ચના તેમજ પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું તેમજ વર્ષમા એકવાર બાબા શ્યામનુ આંતર વસ્ત્ર આજના પવિત્ર દિવસે બદલવામાં આવે છે. વર્ષમા એક જ વખત બાબા શ્યામ ને નવીન આંતર વસ્ત્ર આજના દિવસે પહેરાવવામાં આવે છે.ઝાલોદ નગર તેમજ આસપાસના શ્યામ ભક્તોમા આજના દિવસનો વિશેષ રાહ દેખતાં હોય છે. વર્ષના 365 દિવસ બાબા શ્યામને પહેરાવેલ આ વસ્ત્રના દર્શન થતાં નથી કેમકે આ વસ્ત્ર ઉપર બાબા શ્યામને વિશેષ વસ્ત્ર પહેરાવવામાં આવે છે જેને બાબા શ્યામના ભક્તો બાગો કહે છે. બાબા શ્યામના આંતર વસ્ત્રમા કોઈ સજાવટ કે સિલાઈ હોતી નથી. બાબા શ્યામના ભક્તો માટે આ આંતર વસ્ત્ર મળવું એક વરદાન જેવું હોય છે. આજના દિવસે બાબા શ્યામના જૂના પહેરેલ અંગરખીને બાબા શ્યામના ભક્તો પ્રસાદી રૂપે લે છે. બાબા શ્યામના ભક્તોને આ આંતર વસ્ત્ર પ્રસાદી રૂપે મળતા તેઓ પોતાને ભાગ્યશાળી સમજે છે. બાબા શ્યામના અંગરખી આંતર વસ્ત્રમા ભક્તોને વિશેષ શ્રદ્ધાને આસ્થા હોય છે. બાબા શ્યામના ભક્તો આ વસ્ત્ર મળતા તેઓમાં એટલો વિશ્વાસ હોય છે કે આ વસ્ત્ર દરેક બીમારીઓ માંથી મુક્તિ અપાવી શકે છે તેમજ આ વસ્ત્ર જીવતદાન પણ આપી શકે છે કેમકે જે વસ્ત્ર બાબા શ્યામે 365 દિવસ પહેરેલ હોય તે સાક્ષાત બાબા શ્યામના પરચા આપે છે. આ આંતરવસ્ત્રને શ્યામ ભક્તો માટે કોઈ જડી બુટ્ટી થી ઓછું સમજતા નથી .આજે ઝાલોદ નગરમાં શ્યામ મંદિર ખાતે બાબા શ્યામના આંતર વસ્ત્ર પ્રસાદી રૂપે લેવા મોટા પ્રમાણમાં શ્યામ ભક્તો ઉમટી પડેલ હતા.

Share

Related posts

કરોડોના ખર્ચે ચંદ્રયાન – 3 નું સફળ લોન્ચીંગ કરી શકાય તો પંચમહાલ-મહીસાગર માં “નલ સે જલ” યોજના અંતર્ગત પીવાનું પાણી કેમ નહી ???

gujaratjanekta

ફતેપુરા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહી

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંતર્ગત દાહોદમાં સભા યોજાઈ.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial