Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ગુજરાત ન્યૂઝ

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની દિપ્તીબેન પરીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

હર્ષદ ચૌહાણ – કાલોલ

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭મા સ્વાતંત્ર્ય દિવસ અવસરે અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાના પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પરીખ ના વરદહસ્તે શાળાના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ની સલામી આપી લહેરાવવામાં આવ્યો.

તેમજ દર વર્ષની જેમ પ્રભાતફેરી ને મંડળ ના પ્રમુખ શ્રી અંજુબેન મહેતા રાષ્ટ્રીય નારા સાથે ઝંડા ને વંદન કરી કાલોલ નગરના રાજમાર્ગ ઉપર શાળાના નાના બાળકોએ રાષ્ટ્રીય નેતાઓના પહેરવેશ ધારણ કરી , સરહદ પરના આર્મીઓનો વેશ ધારણ કરી શિક્ષક ગણ અને મંડળના હોદ્દેદારો અને સભ્યો સાથે આ પ્રભાતફેરી રાજમાર્ગ પર ફરી શાળાએ પરત આવી હતી.

આ રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ઉજવણી કરવામાં આવી તથા દેશના તમામ નાગરિકોને આ અવસર એ હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાઓના આચાર્ય, શિક્ષકગણ, વિધ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પરિસરમાં વિધ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, નાટક, વિગેરે રજુ કરી અન્ય વિધ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોના વાલીમિત્રો પરિવારજનો પણ જોડાયા હતા.

હાજર સૌ નાગરિકોએ ત્રિરંગાને સલામી આપી આપના દેશના વિરોને યાદ કરી શ્રધ્ધાંજલી આપી હતી તેમજ સૌએ મો મીઠું કરી સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

Share

Related posts

એવું તો શું થયું કે પાટીલની થઇ ધરપકડ ? ચુંટણી વચ્ચે ભાજપ માટે ચિંતા વધી

gujaratjanekta

ફતેપુરા મામલતદાર એનએસ વસાવા ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરની પ્રાથમિક સમસ્ય નિવારણ માટે 14420 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial