Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : ભરતસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી માટે આપ્યું મોટું નિવેદન

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ મોડે મોડે પ્રચાર શરુ કરી રહી છે અને સરકાર સામે આકરા પ્રહાર કરતા આજે આરોપનામું રજુ કર્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખુબ જ નજીક છે અને આ માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ખુબ જ તેજ ગતિથી પ્રચાર કરી રહી છે તેવામાં કોંગ્રેસ ગોકળ ગાયની જેમ પ્રચાર કરી રહી છે. આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સમાં ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરી રહી છે તેમજ લોકોને બીજી દિશામાં લઇ જવાની છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જીનથી ચાલતી સરકારમાંથી એક એન્જીન ફેલ થઇ ગયું હતું જેને કારણે વિજય રૂપાણીના સ્થાને ભુપેન્દ્ર પટેલને બદલવા પડ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મિશન 2022ના પ્રચાર અર્થે ભરતી જનતા પાર્ટી સામે આરોપનમું રજુ કર્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો કોંગ્રેસ પ્રજાની સુખાકારી માટે કાર્ય કરશે. કોંગ્રેસ દ્વારા જુદા જુદા 20 જેટલા મુદ્દાઓથી ભાજપ સામે આરોપનામું રજુ કર્યું હતું. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજાના આશીર્વાદથી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે. કોંગ્રેસની સરકાર સમયે જીડીપી દર 18 થી 23 ટકા જેટલો રહ્યો હતો. ગુજરાત આરોગ્ય, શિક્ષણમાં કોંગ્રેસના સમય દરમિયાન આગળ રહ્યું હતું. ગુજરાત કોંગ્રેસના સમય દરમિયાન ઉદ્યોગોમાં પણ આગળ રહ્યું હતું. 

કોંગ્રેસ દ્વારા રજુ કરાયેલા આરોપનામામાં મોરબીની પુલ દુર્ઘટના, કથિત લઠ્ઠાકાંડ, કોવિંદ સમયે અવવ્યસ્થા, શિક્ષણ તેમજ બેરોજગારી સહિતના મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો. આ સાથે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મુદ્દા પર વાત કરશે જયારે ભાજપ મુદ્દાથી હટીને વાત કરશે. કોંગ્રેસની સરકર દરમિયાન ગુજરાત દેશમાં માથાદિત આવક માટે નંબર એક પર હતું. ભારતીય જનતા પાર્ટી 8 ટકા જીડીપી છે તો પણ ખુશ થઇ રહ્યા છે તેમ ભરતસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. 

Share

Related posts

ઝાલોદ તાલુકા કાળીમહુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમા વોર્ડ નંબર 4 ના ઉમેદવાર વિરુદ્ધ કરેલ અરજી ચૂંટણી અધિકારી દ્વારા નકારવામા આવી

gujaratjanekta

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

મહીસાગર જીલ્લા વનવિભાગ ની ટીમ દ્વારા ફેન્સીંગ તારની વાડમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial