Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા લાગ્યા છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી ત્યારે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા 2022ની ચૂંટણી માટે પોતાની પ્રથમ યાદી બહાર પાડી છે. 

ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ હજુ સુધી છોટુ વસાવા અને મહેશ વસાવાના નામની જાહેરાત કરી નથી. આ અંગે હજુપણ સંસપેન્સ અકબંધ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો પોતાના નામની જાહેરાત કરી રહ્યા છે જો કે હજુ સુધી સત્તા પક્ષ તરફથી કોઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. 

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ દરેક વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લાડવા જઈ રહી છે ત્યારે રાજકીય સમીકરણો બદલાઈ જશે. ગુજરાતમાં બીજા અન્ય પ્રાદેશિક પક્ષો પણ પોતાના ઉમેદવારો જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સત્તાવાર ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે અને ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં બે તબબકામાં ચૂંટણી યોજાશે. ડિસેમ્બરની પહેલી તારીખે અને પાંચમી તારીખે મતદાન થશે તેમજ 8મી તારીખે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

BPT પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ 

Share

Related posts

ગુજરાત PWD કોરીકલ એસોસીયેશનના સમર્થનમાં વિરોધપક્ષના નેતા અમીતભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

gujaratjanekta

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષની આગેવાનીમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ.

gujaratjanekta

નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબલ કરાશે, ગુજરાતમાં છે વધુ આ કલ્ચર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial