Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદ – ડ્રગ્સના દૂષણ સામે સિંધુભવન પર બની શકે છે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન, અગાઉ કરાયો હતો સર્વે

અમદાવાદમાં પણ છાસવારે ડ્રગ્સ ઝડપી પાડવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તેમાં પણ  ખાસ કરીને પોશ વિસ્તારથી લઈને કોટ વિસ્તારમાં ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે મળતી વિગતો અનુસાર સિંધુભવનમાં નાર્કોટીક્સ પોલીસ સ્ટેશન બને તેવી શક્યતાઓ છે. આ માટે પોલીસ તરફથી ગૃહવિભાગ સમક્ષ માંગણી પણ કરવામાં આવી હોવાની સૂત્રો તરફથી જામવા મળી રહ્યું છે.

અમદાવાદના જાણીતા પોશ વિસ્તાર સિંધુભવનથી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ બનતી હોય છે. અહીં ડ્રગ્સનું દૂષણ આગળ વધે એ પહેલા એક બાજુ પોલીસ પણ સાવધાન થઈ રહી છે ત્યારે બીજી તરફ આ દૂષણ સામે અહીં નાર્કોટીક્સ પોલીસ સ્ટેશન બને તેને લઈને પોલીસ કમિશનર દ્વારા ગૃહ વિભાગ પાસે પરવાનગી માંગવામાં આવી છે. પોલીસ કમિશનરે સિંધુબહેન રોડ પર ત્રણ સ્થળોએ સર્વે હાથ ધર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગ પાસે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી માંગી છે. તેમ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

યુવાધનમાંથી કેટલાક યુવા મોજ શોખ માટે ડ્રગ્સનો સહારો લઈ રહ્યા છે. ત્યારે પેડલરો પણ ઝડપાઈ રહ્યા છે.  તાજેતરમાં સિંધુભાન રોડ પરથી બે પેડલર ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. એસઓજીની ટીમે બે લોકોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી કરવા આવે તે પહેલા જ એસઓજીના હાથે ઝડપાઈ ગયા હતા.

ખાસ કરીને ડ્ર્ગ્સની મોટી ડીલીવરીને એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ડામવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ સરહદી વિસ્તારોમાં ડ્રગ્સ આવે તે પહેલા જ ઝડપી પાડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ઓખા બંદર પર મોટું ઓપરેશન હાથ ધરાયું હતું અને પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પરંતુ આ ડ્રગ્સનું દૂષણો સરહદથી શહેરો સુધી પણ પહોંચી રહ્યું છે ત્યારે અહીં કડક કાર્યવાહી શહેરી વિસ્તારમાં પણ  પોલીસ, એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે.

Share

Related posts

ઝાલોદ મુવાડા રામજી મંદિર ખાતે અખંડ રામાયણ પાઠનું પારાયણ કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજનાના ૩૨,૧૮૩ લાભાર્થી ખેડૂતોના ઇ-કેવાયસી હજુ બાકી

gujaratjanekta

રાજકોટમાં આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં: વધુ બે બેઠક પર નાં ઉમેદવાર જાહેર કર્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial