Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદમાં રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલ્વે માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવએ રવનીતસિંહએ દાહોદની મુલાકાત દરમ્યાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઇને સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું. ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું. રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ સહિત પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે એ સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પી.પી.પી. ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન મંત્રીશ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવએ જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું. રેલ્વે અધિકારીશ્રીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડ લાઈન વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. મંત્રીશ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ સેફટીને ધ્યાને રાખીને વર્ક શોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર , જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ ભંડારી, રેલ્વેના સિનિયર અધિકારીશ્રીઓ સહિત સ્ટાફ, આર. પી. એફ. ટીમ સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

બારડોલીના ગાયનેકોલોજિસ્ટ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા , પત્નીએ નોંધાવી ફરિયાદ

gujaratjanekta

ઝાલોદ ગોયલ પરિવાર દ્વારા એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો ત્રિદિવસીય ધાર્મિક પ્રોગ્રામ યોજાયો

gujaratjanekta

સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્રારા સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial