Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

જિલ્લા ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચુંટણી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ૮૫ થી વધુ ઉમરના નાગરિકો મતદાન મથકે આવી મતદાન કરશે તો તેઓનુ સન્માન કરવામા આવશેદાહોદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સહિતની સમીક્ષા બેઠક દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, લોકસભા મતવિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. આદર્શ આચાર સંહિતા સંબધે તેમણે કહ્યું કે, વધુમા વધુ નાગરીકો મત આપવા પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન પુરુ પાડવુ. સરકારી મિલ્કતો ઉપર લાગેલા રાજકીય પ્રચારાત્મક પ્રતીકો, સૂત્રો દૂર કરવામાં આવશે. આદર્શ આચાર સંહિતાના અમલ માટે શહેર અને જિલ્લા માટે નિયુક્ત કરવામાં આવેલ નોડેલ અધિકારીએ તેની ખાસ તકેદારી રાખવી. દિવ્યાંગ. તેમજ ૮૫ થી ઉપરની ઉમરના નાગરીકો જેમ બને એમ મતદાન મથકે આવી મતદાન કરે એના માટે આગ્રહ રાખવો તેમજ તેઓને ત્યા આવીને મત આપવા બદલ સ્ન્માન પત્ર આપીને સન્માન કરવુ જેથી કરીને અન્ય લોકો પણ તેને જોઇને પ્રોત્સાહિત થાય. જો તેઓ મતદાન મથકે આવી શકે તેમ ન હોય તો તેઓ માટે બુથ પર આવવા જવા માટેની વ્ય્વસ્થા કરવામાં આવશે.
પોલિંગ સ્ટાફને ચુંટણી માટેની તાલીમ, વિડિયો ગ્રાફર અને ફોટોગ્રાફરની કામગીરી માટેની તાલીમ, ફોર્મ નંબર-૧૨, કોટન કવર, એ.સી.-પી.સી. ના નંબર ની વિગતે જાણકારી આપી હતી. પોલિંગ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાની લાઇટ, ફર્નિચર તેમજ અન્ય પ્રાથમિક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી લેવી તેમ તેમણે વધુમા ઉમેર્યુ હતુ. દુરના પોલિંગ સ્ટાફને પ્રાથમિક જરુરિયાતો કે સુવિધાની વ્યવ્સ્થા સુનિશ્ચિત કરવી. મહિલા પોલિંગ સ્ટાફને જેમ બને એમ તેઓની નજીકના પોલિંગ બુથ પર નિમણુંક કરવી એમ તેમણે ભારપુર્વક કહ્યુ હતુ. સી.વિજિલ તેમજ એમસીએમસીના વિકલી રિપોર્ટ કલેક્ટ કરવા સહિત ફ્લાઇંગ સ્ક્વોડ , માઇક્રો ઓબ્ઝર્વર વગેરે જેવી ચુંટણીલક્ષી મહત્વની બાબતોની આગોતરી તૈયારી કરવાની સાથે ચુંટણી અંગેની કામગીરીમા કોઇપણ પ્રકારની કચાશ રહી ન જાય તે માટેની જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ ચુંટણી પ્રકીયાની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહિવટી અધિકારી શ્રી સ્મિત લોઢા, સંખ્યાધિક અધિક કલેકટર શ્રી જે.બી.ઉપાધ્યાય, શ્રી અમોલ આવટે , નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સુશ્રી હેતલબેન, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તેમજ સમ્બંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

મદદનીશ બી.એલ.ઓ. કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ને શ્રેષ્ઠ મદદનીશ બી.એલ.ઓ. ના એવોર્ડથી સન્માનિત કરાયા

gujaratjanekta

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

gujaratjanekta

ઝાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહલગામમા થયેલ આતંકી હુમલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial