Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

 સંકેત પંડ્યા – એડિટર

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી છે. ત્યારે દાવેદારોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.  એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કરબાપાનગર અને નિકોલ વિધાનસભા બેઠકો માટે આજે શાહીબાગ સ્થિત ઓસવાલ ભવનમાં સેન્સ લેવામાં આવી  રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે મંથન પ્રક્રિયા ચાલી રહી છે. આજે બીજા દિવસે અમદાવાદની 8 વિધાનસભા બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રીયા ચાલી રહી છે ત્યારે આજે ખાસ કરીને પૂર્વની બેઠકો પરથી દાવેદારોની સેન્સ પ્રક્રીયા ચાલી રહી છે. 

એલિસબ્રિજ વિધાનસભા બેઠક
સીટીંગ ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ અમિત શાહ, પાલડી વોર્ડ કાઉન્સિલર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ, સુજય મહેતા, પાલડી વોર્ડના કાઉન્સિલર પ્રિતેશ મહેતા અને ચૈતન્ય શંભુએ દાવેદારી નોંધાવી છે. 

ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક
ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન જડફિયા પણ ઠક્કરબાપાનગર માટે અરજી કરી શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ડીએસપી તરૂણ બારોટ, બાપુનગર વોર્ડના કાઉન્સિલર અશ્વિન પેથાણી, પ્રકાશ ગુર્જર, દિનેશ શર્મા, દિનેશ કુશવાહા બાપુનગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. બપોરે ભાજપના આગેવાનો અને નેતાઓ ઠક્કરબાપાનગર અને નિકોલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. નિકોલ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય જગદીશ પંચાલ પણ દાવેદારી નોંધાવશે.

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં 20 વર્ષના શહેરી વિકાસની સ્વર્ણિમ ઉજવણી ગાંધીનગર ખાતે કરી

gujaratjanekta

વડોદરામાં કારેલીબાગ વિસ્તારના વિશાળ મેદાનમાં “શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વરોડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial