Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય કક્ષાનો ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ મેળાનું દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આયોજન

પંકજ પંડિત

મોટા પ્રમાણમાં અલગ અલગ જિલ્લાઓ માંથી શિક્ષકો આવી પ્રોગ્રામની સાર્થકતા સિદ્ધ કરશે
ગુજરાત રાજ્ય કક્ષાનો સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ મેળાનું આયોજન તારીખ 29-07-2024 સોમવારના રોજ થનાર છે. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાશ મંત્રી કુબેર ડીંડોર ના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાનાર છે તેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ પ્રફુલ્લ પાનસેરીયા તેમજ અતિથિ વિશેષ તરીકે સાંસદ જસવંત ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય મહેશ ભૂરીયા , કનૈયાલાલ કિશોરી, રમેશ કટારા, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર તેમજ સમસ્ત જિલ્લા વહીવટી તંત્ર ઉપસ્થિત રહેનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ કરેલ છે તે માટે નિરીક્ષરોને 21 સદીના નાગરિક તૈયાર કરવા નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા, વ્યાપારી કૌશલ્ય વિકાસ અને પાયાની સુવિધામાં નિપુણ બને તે હેતુથી ઉલ્લાસ મેળાનું આયોજન દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામા કરવામાં આવેલ છે. એક આંકડા મુજબ દાહોદ જિલ્લામાં સહુથી વધુ નિરીક્ષરોની સંખ્યા જોવા મળેલ છે. 15 વર્ષ થી વધુ ઉંમરના લોકો સાક્ષર બને તે માટે વિવિધ પ્રયાસો કેવી રીતે કરવાં તેની વિસ્તૃત સમજ આપવામાં આવનાર છે.

Share

Related posts

ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓની હડતાળનો આખરે અંત – સરકારે 5માંથી 4 માંગણી સ્વીકારી- જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગ જોગ ઉમેદવારી પત્રો ભરવા તેમજ પરત ખેંચવા નોટિફિકેશન બહાર

gujaratjanekta

ગુજરાત પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત : 2 પોલીસકર્મી સહિત ડ્રાઈવરનું મોત – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial