Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ઉત્તર ગુજરાતમાં નવા વર્ષે 21 MSCની નવી કોલેજો શરૂ થશે

 સંકેત પંડ્યા – એડિટર

ઉ.ગુમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ અલ્પ માત્રામાં સંશોધન થઈ રહ્યા હોય નવીન શિક્ષણનીતિ અંતર્ગત યુનિવર્સિટીના છાત્રો પણ હવે સમાજને ઉપયોગી થાય તેવા વિજ્ઞાન ક્ષેત્રે અવનવા વિષયોમાં સંશોધન ક્ષેત્રે આગળ વધે તેવા આશ્રય સાથે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 – 23 માં તાજેતરમાં ત્રણથી ચાર માસના સમયગાળામાં એક બાદ એક કેમેસ્ટ્રી , માઇક્રોબાયોલોજી , બોટની , બાયો ટેકનોલોજી જેવા વિવિધ વિષયોની કુલ 21 નવીન (અનુસ્નાતક અભ્યાસક્રમ ) એમએસસી કોલેજો મંજુર કરવામાં આવી છે.અગાઉ ફ્કત 12 કોલેજો કાર્યરત હતી.નવીન 21 કોલેજો શરૂ થનાર હોય કુલ 33 કોલેજો થશે.આ નવીન કોલેજો શરૂ થતા છાત્રોને વ્યાજબી ફી સાથે પોતાના જિલ્લાના વિસ્તારોમાં સરળતાથી પ્રવેશ મળી શકશે.

સાબરકાંઠા – અરવલ્લી જિલ્લો : ( 7 કોલેજો ) – ગ્રોમોર ઇન્સ્ટિટયૂટ ઓફ માસ્ટર સાયન્સ હિંમતનગર – ડી એલ પટેલ એમએસસી કોલેજ વિદ્યાનગરી હિંમતનગર – વી એસ રાવલ સાયન્સ કોલેજ પ્રાંતિજ સાબરકાંઠા – એક્સપરિમેન્ટલ સાયન્સ કોલેજ પ્રાંતિજ સાબરકાંઠા – આર્ડકતા ઇન્સ્ટિટયૂટ ઓફ એમએસસી કોલેજ નવી મેત્રાલ , સાબરકાંઠા – એમ ડી પટેલ એમએસસી કોલેજ તખતપુર , અરવલ્લી – માજુમ એમએસસી સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી

Share

Related posts

દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સંપન્ન થઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાંથી સંત તાલુકા ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી દ્વારા વધારાના નાણા કપાત કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત

gujaratjanekta

દાહોદની સરકારી ઇજનેરી કોલેજના ઝોનલ ઓફિસર દ્વારા નવા મતદારો તેમજ 80 થી વધુ વયનાં મતદારો માટે પ્રોત્સાહન હેતુ પોસ્ટકાર્ડ લખી નવીનતમ અભિગમ અપનાવવામા આવ્યો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial