Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૭૯ ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરી

 સંકેત પંડ્યા – એડિટર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ના પ્રારંભ દિવસે તારીખ ૨૬ ઓક્ટોબર, બુધવાર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરયુ અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે ગયા હતા

  મુખ્યમંત્રી ત્યાર બાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરયુ
  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે ૮-પ૦ કલાકે રાજભવન ગયા. 
     ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી. તે પૂર્વે મુખ્યમંત્રીશ્રી ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ કર્યા.
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે જનકલ્યાણ માટે વિકાસની જ્યોત જગાવી ‘વિશ્વાસથી વિકાસ’ ની યાત્રા અવિરત આગળ વધારવાની નેમ સાથે દીપાવલી તથા નૂતન વર્ષની શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ હતી
  મુખ્યમંત્ર નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ, ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે. 
Share

Related posts

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન : ચૂંટણી પ્રચાર માટે આવશે બહાર

gujaratjanekta

આચાર સંહિતા બાદ પણ ભાજપની સામગ્રી વેચાતી હોવાનો આક્ષેપ, કથિરિયાની ફરીયાદ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial