Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

તા.૦૫/૦૮/ર૦ર૩ ના રોજ દાહોદ જીલ્લાના દે.બારીયા ખાતે ૭૪ માં જીલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

કેતમ ભટ્ટ – દાહોદ

સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા ૭૪ માં જીલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દાહોદ જીલ્લાના દે.બારીયા તાલુકામાં આવેલ શ્રી જયદિ૫સિંહજી રમત સંકુલ, દે.બારીયા ખાતે તા.૦૫/૦૮/ર૦ર૩ ના રોજ ઉજવાશે. જેમાં માન.સાંસદશ્રી, માન.જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માન.ઘારાસભ્યોશ્રી તેમજ ફોરેસ્ટ વિભાગના સિનિયર અઘિકારીશ્રી ર્ડા. ગંગા શરણ સિંહ, નાયબ વન સંરક્ષકશ્રી, સંશોધન, ગાંઘીનગર તથા જીલ્લાના અઘિકારીશ્રી અને ૫દાઘિકારીશ્રીઓ ઉ૫સ્થિતિમાં થવા જઈ રહ્યો છે. જેમાં વન વિભાગને લગતી યોજનાઓ અંગે નાગરીકોને માહિતગાર કરવામાં આવશે. તેમજ વન વિભાગની અલગ અલગ યોજનાઓ હેઠળના લાભાર્થીઓને લાભોના ચેક વિતરણ કરવામાં આવશે. તેમજ જીલ્લામાં વનીકરણ ક્ષેત્રે યોગદાન પ્રદાન કરેલ સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે.આ અંગે સામાજીક વનીકરણ વિભાગ, દાહોદના નાયબ વન સંરક્ષકશ્રી અમિતકુમાર નાયકએ જણાવ્યુ હતુ કે, દાહોદ જીલ્લાને વઘુ હરીયાળુ બનાવવા વન વિભાગ ઘ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત ચાલુ ચોમાસા દરમ્યાન દાહોદ જીલ્લામાં ઘનિષ્ઠ વનીકરણ હેઠળ ખાતાકીય વાવેતર અંદાજીત ૧૧.૭૧ લાખ રોપા, ખેડુતલક્ષી વાવેતરની યોજના હેઠળ અંદાજીત ર૧.૪૮ લાખ રોપા તેમજ સરકારી, સહકારી, શાળાઓ અને ખાનગી સંસ્થાઓ તેમજ જીલ્લાની ૫ર્યાવણ પ્રેમી જુદી જુદી સંસ્થાઓના માઘ્યમથી લોકભાગીદારી થકી અંદાજીત ૧૬.૪૦ લાખ રોપા વાવેતર કરવામાં આવેલ છે. આમ, વન મહોત્સવ થકી ૫ર્યાવરણની રક્ષા માટે દાહોદ જીલ્લાને હરીયાળુ બનાવવા માટે આ૫ડે સૌ સાથે મળી વધુ ને વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ.

Share

Related posts

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને વાર્ષિક રમતોત્સવ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું!

gujaratjanekta

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાનોના ઓટલા તોડતા વ્યાપારીઓ મા રોષ

gujaratjanekta

ઝાલોદ મામલતદારને તોરણી પ્રા.શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે કરેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં આરોપીને ફાંસીની માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial