Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

આપના પ્રદેશ પ્રમુખની પીએમ મોદી પર ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, ભારત મા પર નિવેદન કરનાર ‘પાગલ’

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ નથી તે પહેલા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે અને આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઇ ગયો છે. હાલ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પર ટિપ્પણીનો ઉલ્લેખ કરાયો હતો, જેને લઇને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમને પાગલ કહી દીધા.

મોડાસાની મુલાકાતે ગુજરાત ગૌરવ યાત્રામાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયાએ ગોપાલ ઈટાલિયાના નિવેદન પર પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતી ભાષા સમજે છે, ત્યારે ભારત મા પર આવી ટિપ્પણી અશોભનિય છે. પીએમ મોદીના માતા પર આવી ટિપ્પણી કરવી એ પ્રજાતંત્ર માટે યોગ્ય નથી, આવી ટિપ્પણી દિવાલિયા માનસિકતા ધરાવનાર વ્યક્તિ જ આવું કહી શકે, જેનું હું નિંદા કરૂં છું.

અત્રે ઉલ્લેખનિય છે કે, આપ નેતા ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે, જેમાં તેઓ પીએમ મોદી પર ટિપ્પણી કરતા નજરે પડે છે, જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, અને ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલિસે અટકાયત પણ કરી હતી. 

Share

Related posts

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

gujaratjanekta

પ્રોહીબીશનના અસામાજીક પ્રવૃતિ ગુન્હામાં સંડોવાયેલ ઈસમને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી દાહોદ કલેક્ટર સમક્ષ રજુ કરતાં કલેક્ટર દ્વારા આરોપીને પાસા હેઠળ ધકેલવાનો હુકમ

Admin

જિલ્લા સેવાસદન ખાતે સભાખંડ યોજાઈ સિવિલ ડિફેન્સ અંગેની બેઠક દાહોદ કલેકટર યોગેશ નિરગુડે અને દાહોદ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાએ આપી જરૂરી સૂચનાઓ ડિઝાસટર સહીત તમામ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial