Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ વિધાનસભાની ચાર બેઠકો પર બીજેપીએ રિપીટ થિયરી અપનાવી ઉમેદવારો જાહેર કર્યા:બે બેઠકોની જાહેરાત પેન્ડિંગ..

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની છે. જેના અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડી ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રકિયા હાથ ધરાઈ છે.જોકે આજરોજ બીજેપીએ 160 જેટલાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠક પૈકી ચાર વિધાનસભા બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.

વિધાનસભા બેઠકોના ઉમેદવારોની જાહેરાત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. બીજેપીએ ગત ટર્મની રિપીટ થિયરી અપનાવી દાહોદમાંથી કનૈયાલાલ કિશોરી, ફતેપુરામાંથી રમેશભાઈ કટારા, દેવગઢબારિયા માંથી પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, તેમજ લીમખેડા વિધાનસભા બેઠક પર સાંસદ જસવંતસીંગ ભાભોરના ભાઈ શૈલેષભાઈ ભાભોર ને ટિકિટ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખ છે કે બીજેપી દ્વારા નો રીપીટ થિયરી, સગા સંબંધીઓને ટિકિટ નહીં તેમજ યુવાઓને તક આપવા માટે ગાઈડ લાઈન બનાવી હતી. અને દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પરથી બીજેપી તરફી 84 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેના મોવડી મંડળ પણ અસમજસ મુકાઈ ગયો હતો. જોકે બીજેપી એ આ વખતે ગાઈડલાઈન કરતા સીટ જીતી શકે તેવા સક્ષમ ઉમેદવારને ધ્યાનમાં રાખી ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે.

જોકે ગરબાડા તેમજ ઝાલોદ વિધાનસભા બેઠક પર દાવેદાર વધુ હોવાથી તેમજ અસંતુષ્ટ ના વિરોધને ખાળવા તેમજ ડેમેજ કંટ્રોલ કરવા આ બે બેઠક પર ઉમેદવારોની જાહેરાત બીજેપીએ પેન્ડિંગ રાખી છે.આ તમામ બાબતોની વચ્ચે ઝાલોદ વિધાનસભા બેઠકના વર્તમાન કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી આજે બીજેપીમાં પુનઃ વાપસી કરી છે. ત્યારે બીજેપીએ ઝાલોદ ગરબાડાના ઉમેદવારોના નામની ઘોષણા હાલ પેન્ટિંગ રાખી છે ત્યારે ઝાલોદ વિધાનસભા બેઠક પર કદાચ ભાવેશ કટારાને બીજેપી દાવેદાર તરીકે ઉતારવાની અટકળો વહેતી થઇ છે.ત્યારે આગામી સમયમાં આ બંને બેઠકો પર શું સમીકરણો રચાય છે. તેમજ ચૂંટણી દરમિયાન દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર કેવો રસપ્રદ જંગ જામે છે.તે હાલ જોવું રહ્યું.

Share

Related posts

દિલ્હીથી આવેલા આપના વિધાનસભ્યના ઇન્ચાર્જના અધ્યક્ષ સ્થાને લીમડી ખાતે આપની મીટિંગ યોજાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના માંડલેંશ્ર્વર મંદિરે શિવરાત્રી નિમિતે મેળો યોજાયો : ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

gujaratjanekta

વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કોલેજ મોરવા (રેણા) દ્વારા ગોધરા ખાતે ભવ્ય રેલી કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial