Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પત્થર વડે હત્યા કરાયેલ બાળકના વાલી વારસદારની ઓળખ છતી થઈ : આરોપીની શોધખોળ કરતી પોલિસ – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર 

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે માસુમ બાળકની કરેલી હત્યાનો સંતરામપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તેના વાલી વારસદારને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં માસુમ બાળકના વાલી વારસદારને આખરે પોલીસને શોધી કાઢ્યા હતા.

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે માસુમ બાળક કે જેની ઉંમર ૪ વર્ષની હતી અને ખેતરમાં પથ્થરના ઘા કરીને હત્યા કરીને નાખી દેવામાં આવેલો હતો. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે ગણતરીના કલાકોમાં માસુમ બાળકના પરિવારની શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી.

પોલિસે સોશિયલ મીડિયા મારફતે આજુબાજુના ગામડાઓમાં તથા દાહોદ જિલ્લાના અને આજુબાજુ તાલુકામાં આ બાળકનો ફોટો મોકલી આપતા સંજેલી તાલુકાના ભામણ ગામેથી મરણ જનાર બાળકના વાલી વારસની ઓળખ છતી થઈ હતી. પરિવારને સંતરામપુર પોલીસ સ્ટેશન બોલાવીને બાળકના મૃતદેહની ઓળખ કરાવી આ ચાર વર્ષનો માસુમ બાળક કે જેનું નામ પ્રિન્સ કુમાર અનિલભાઈ તડવી મૂળ રહેવાસી, છાપરી, તાલુકો શિંગવાડ, જીલ્લો દાહોદનો રહેવાસી હોય તેમ જાણવા મળ્યું હતુ.

મૃતદેહની ઓળખ થતા પંચનામુ કરી પોલીસે તેમના પરિવારને આ બાળક સોંપ્યું હતું. તેમના પરિવારે બાળકને વતનમાં લઈ જઈને વિધિ પતાવી હતી પણ હજુ સંતરામપુર પોલીસ દ્વારા આરોપીને શોધવા માટે સતત પ્રયાસો ચાલી રહેલા છે. વધુમાં ટોક & ટાઉન બનેલી આ દયનીય ઘટનામાં મૃત બાળકને લઈને નવો વળાંક આવે તેમ કહી શકાય છે.

Share

Related posts

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

G-20 માં ભારતનુ શાનદાર પ્રદર્શન : અરબ દેશોએ મળીને કર્યું એવું એલાન કે ચોંકી ઉઠી દુનિયા – જાણો વધુ

gujaratjanekta

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર મોટી ધાડની યોજના નિષ્ફળ, દાહોદ પોલીસે 7 ઇસમોને ઝડપી પાડ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial