Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

પંકજ પંડિત

ઝાલોદ નગરનાં દરેક માર્ગો ઉપર ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુંઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ ગૌરવ ગામીત તેમજ પી.એસ.આઈ સી કે સીસોદીયા દ્વારા આગામી દિવસોમાં યોજાનારા તહેવારો જેવા દશા માતા વિસર્જન , રક્ષા બંધન, જન્માષ્ટમી , કાવડ યાત્રા તેમજ પવિત્ર શ્રાવણમાસમાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. નગરમાં સુચારુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે નગરનાં અલગ અલગ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. ઝાલોદ પોલીસ દ્વારા નગરના મકાનોની આગાસી તેમજ ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા સાથે નિરીક્ષણ પણ કરેલ હતું. ઝાલોદ પોલિસ દ્વારા નગરના રસ્તા પર થતા ટ્રાફિક અંગે પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ નગરમાં થતા ટ્રાફિક અંગે દુકાનદારો તેમજ હાથલારી તેમજ પથારા કરી વ્યાપાર કરતા વ્યાપારીઓને ટ્રાફિક અંગે જરૂરી સૂચન પણ આપવામાં આવ્યું હતું.

Share

Related posts

રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ને રાજ્યકક્ષા નો એવોર્ડ

gujaratjanekta

દેવગઢ બારિયા કોલેજમાં પ્રો.બી.એફ મકરાણી સાહેબનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

ગુજરાત ગૌરવ યાત્રાનું ભરૂચ જીલ્લામાં હાસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial