સંકેત પંડ્યા – એડિટર
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારી સમાજની બેઠક ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી પિનાકીનભાઈના અઘ્યક્ષ સ્થાને મહેમદાવાદ ખાતે યોજાઇ હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આ કારોબારીમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકીનભાઈ રાવલ, ગુજ. રાજ્ય મહિલા પ્રમુખ શ્રીમતી ડો. ધારીણીબેન શુક્લ, મહિલા ઉપપ્રમુખશ્રી અમીબેન ઉપાધ્યાય, ભા.જ.પ આણંદ જીલ્લા પ્રભારીશ્રી અમિતભાઈ ઠાકર, શ્રી હેમાંગભાઈ રાવલ, મહામંત્રી અનિલભાઈ શુકલ, પરશુરામ ફાઉન્ડેશનના અધ્યક્ષ જગતભાઈ શુકલ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત બ્રહ્મસમાજના નિમાયેલા જિલ્લાના હોદ્દેદારો, મહિલાઓ યુવાઓ તેમજ ભુદેવો ઉપસ્થિત રહ્યાં હતાં.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બેઠકમાં બ્રહ્મ સમાજની પ્રગતિ, ભવિષ્યની ચિંતાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું. ચિંતનનો મુખ્ય મુદ્દો શિક્ષણ અને જીવન સંસારનો રહ્યો હતો. માનવ સમાજને દિશા બતાવવા માટે સમાજે એક થવું પડશે તેમજ એક બનવું પડશે.
આ કાર્યક્રમમાં બ્રહ્મ એકેડેમી, બ્રહ્મ રોજગાર,બ્રહ્મ વિવાહ, App અંગે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ આઇટી સેલના હાર્દિકભાઈ પંચોલી દ્વારા બ્રહ્મ સમાજ માટે સુંદર અને આયોજનબદ્ધ કામગીરી કરવા બદલ સૌ બ્રહ્મ બંધુઓએ તેમને વધાવી લીધા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આ એપનો વધુમાં વધુ પ્રચાર – પ્રસાર સોશિયલ મિડીયા દ્વારા થાય તે ખુબ જ જરૂરી છે અને સમાજ ઉપયોગી આ એપના માધ્યમ દ્વારા સૌ બ્રાહ્મણ સમાજ ના લોકો જોડાયેલા રહે તેમ કહેવામાં આવ્યું હતું. આજના પ્રસંગે CLASS -1અને Class – 2 ની પરીક્ષા પાસ કરનાર બ્રાહ્મણ બધુંઓને સન્માનિત કરાયા હતા. વિશેષમાં દેવાંગભાઈ દવે તથા તેમની સમગ્ર ટીમ તેમજ સંદિપભાઈ રાવલ તથા તેમની ટીમને આવકારવામાં આવી હતી. સાથે સાથે આ કાર્યક્રમમાં ટેકનોલોજી સંચાલન કરનારા યુવા મિત્રોનું તેમજ ઉચ્ચ હોદાઓમાં ફરજ નિવૃત થનારા બ્રહ્મ વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પ્રમુખ પિનાકીનભાઈ રાવલ અધ્યક્ષ દ્વારા હાલ ગાંધીનગર અને અમદાવાદ ખાતે બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણની તાલીમના ભાગરૂપે નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં આગામી દિવસોમાં સુરત ખાતે વધુ એક એકેડમી શરૂ થનાર છે એમ જણાવ્યું હતું. પિનાકીનભાઇ રાવલે વિશેષ રુપે શ્રી શૈલેષભાઈ ઠાકર (ઉપપ્રમુખ – મધ્ય ઝોન) ને મધ્ય ગુજરાતનું પાવરહાઉસ ગણાવ્યું હતું ત્યારે શૈલેષભાઇ ઠાકર દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકીનભાઈ રાવલ ને બ્રહ્મ સમાજના એપી સેન્ટર તરીકે સંબોધિત કરતા ઉપસ્થિત સૌ કોઇએ તાળીઓથી વધાઇ લીધા હતા. બ્રાહ્મણ સમાજ ના લોકો આગળ આવે અને સંગઠિત બને તે દિશામાં મધ્ય ગુજરાતની ટીમ કાર્યો કરી રહી છે તેમજ બ્રહ્મ સમાજ ના ખોરંભે પડેલા કામો ને અગ્રીમતા આપી સમાજના યુવાનો ને શિક્ષણ માટે માર્ગદર્શીત કરવા અંગેની યોજના ઓ અંગે વિચારણા કરી ઘરે ઘરે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેમ શૈલેષભાઈ ઠાકરે જણાવ્યું હતું. મધ્ય ગુજરાત માંથી ડો. શરદચંદ્ર પંડ્યા અને રાકેશભાઇ ઠાકરને ગુજરાત પ્રદેશના મુખ્ય સંગઠક તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અમિતભાઈ ઠાકર દ્વારા દરેકને મજબૂત થવાની હાંકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ભારત મજબૂત અને શક્તિશાળી છે. સમાજ થી રાષ્ટ્ર નિર્માણ થશે તે વાત ચોક્કસ આપણે સ્વીકારવી જોઇએ. સૌને આ વાતથી સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા. આજની આ કારોબારી સભામાં તમામ મધ્ય ગુજરાતના પંચમહાલ – મહીસાગર – છોટાઉદેપુર સહીત ૭ જિલ્લાના સંગઠનના અપેક્ષિત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. વધુમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

