Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સામાજિક આગેવાનોની હાજરીમાં ગ્રામજનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી.

પંકજ પંડિત

ઝાલોદ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે ચાલી રહ્યું છે ત્યારે ઝાલોદ તાલુકાની વિભાજીત અંદાજિત 30 જેટલી ગ્રામ પંચાયતમાં હજુ સુધી સર્વેને કામગીરી ચાલુ ના થતાં ઝાલોદ તાલુકાના સામજિક આગેવાનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ની સર્વેની કામગીરી ચાલી રહે છે પરંતુ ઝાલોદ તાલુકાની કેટલીક પંચાયતોમાં સર્વેની કામગીરી ચાલુ જ નથી કરવામાં આવી. જેમ કે કદવાલની વિભાજિત પંચાયતો, કાળી મહુડીની તેમજ ગામડી જેવી ઘણી પંચાયતોમાં સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી તો આ પંચાયતોને વહેલી તકે સર્વે ચાલુ કરવામાં આવે અને તારીખ પૂર્ણ ને થાય તે પહેલા આ સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

Share

Related posts

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો : જેરેમી લાલરિનુંગાએ ૧૯ વર્ષની ઉંમરમાં વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ

gujaratjanekta

મહીસાગર જીલ્લા રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણી મુદ્દે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો

gujaratjanekta

સુખસર તાલુકાના અનેક આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત થતાં બાળકોના માથે ભમતું મોત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial