Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લાના અનેક ગામોમાં લમ્પી વાયરસે પગ પેસારો કર્યો : તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં !!

સાહિલ શેખ – પત્રકાર

સંતરામપુર તાલુકાના છ ઉપરાંત ગામોમાં લંમ્પી વાયરસના કેસો વધવા માંડ્યા છે તેથી ખેડૂતના દરેક પશુઓમાં આ વાયરસ ના લક્ષણો જોવાઈ રહેલા છે ગુજરાત ભરમાં અને મહીસાગર જિલ્લાના અને ફરી સંતરામપુર તાલુકાના લંબી વાયરસ ના કેસોમાં નું પ્રમાણ વધી રહ્યું છે ખેડૂતો ચિંતાતુર બન્યા ત્યારે કેટલાક ગામોમાં બીમાર પડેલા પશુઓની હજુ સુધી સારવાર પણ કરવામાં આવેલ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં આવા વાયરસને માનવા તૈયાર નથી અને અંધશ્રદ્ધાઓ જોવા મળી રહી છે. પશુઓને સાજા કરવા માટે બળવા ભોપા પાસે જઈને વિધિ કરાવતા હોય છે ગામના એક જાગૃત વ્યક્તિએ ગુજરાત જન એકતા ન્યૂઝના પ્રતિનિધિ સાથે વાત કરેલી હતી અને જનજાગૃતિ લાવવા માટે અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે સરકારી તંત્ર દ્વારા આવા પશુઓમાં લાગેલા લંમ્પી વાયરસની રસી મુકાવી જોઈએ. અને તેની સારવાર કરાવી જોઈએ. આ રીતના ગામની અંદર ઢોલ વગાડીને જનજાગૃતિ લાવવી હવે જરૂરી બની છે.

 

સંતરામપુર તાલુકાના કડૂચી, જાનવડ ની મુવાડી, રાણીયા, રતનપુર, ખેરવા, બાબરોલ વગેરે ગામોમાં લંમ્પી વાયરસના વધુ કેસો જોવાઈ રહેલા છે. સંતરામપુર તાલુકાના કડુચી ગામના રહેવાસીના મતે મારા ગામમાં જ અને મારી ઘરે ગાયને લંમ્પી વાયરસ થયો છે બે દિવસથી હેલ્પ લાઈન પર વાત કરવા છતાં એ સારવાર કરવામાં આવેલ નથી અને અમારી ગામમાં કેટલાક લોકો અંધશ્રદ્ધાથી વાયરસથી દવા કરવાના બદલે બળવા ભોપા પાસે વિધિ કરાવે છે. આવી અંધશ્રદ્ધાથી પશુઓને મોટાપાયે નુકસાન થવા પામેલું છે સંજયભાઈ ના મતે કડુચી ગામમાં અને આજુબાજુ ગામોમાં દરેક પશુઓની સારવાર થવી જોઈએ. લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય, ગામમાં ઢોલ વગાડીને જનજાગૃતિ લાવી જોઈએ અને પશુઓને સારવાર થવી જોઈએ.

Share

Related posts

બનાસકાંઠા: કાર-ટ્રેલર ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં થયા ચારના મોત

Admin

સૂરત વિસ્તારના દિવ્યાંગજનો માટે મોબાઈલ કોર્ટનું આયોજન કરવા માં આવ્યું

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટર નું વિતરણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial