Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કોઈપણ સ્વાર્થ વગર ગોધરામાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ ગરીબ વિધ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા મુસ્લિમ યુવા શિક્ષક એટલે ઈમરાન સાહેબ – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

આમ માનવી પોતાના સ્વાર્થ માટે કે બહુ તો પોતાનાં પરિવાર માટે જીવતો હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે રહેતા એક મુસ્લિમ યુવા શિક્ષકે સાચા અર્થમાં શિક્ષક કભી સાધારણ નહીં હોતા… ઉક્તિ સાર્થક કરી બતાવી છે અને છેલ્લાં 14 વર્ષ થી ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્યનું સિંચન કરી શિક્ષણની સેવા પીરસી રહ્યા છે.


આપના દેશમાં કેટલાક રાજ્યોમાં જાતિવાદ અને અછૂતા અછૂત ની ધટના સામે આવી રહી છે એવા ગોધરા શહેરમાં રહેતા યુવાન શિક્ષકશ્રી ઈમરાન સાહેબ નવરચના પ્રાથમિક શાળા સાવલીવાડ ગોધરા શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમનું કાર્ય પૂર્ણ થતા જ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરાવવા માટે અચુક આવી જાય છે શિક્ષણ નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે જેમાં વાલ્મીકિ સમાજ, ભોઈ સમાજ, મારવાડી સમાજ, ભરવાડ સમાજ વગેરે સમાજનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ અર્થે શિક્ષકશ્રી ઈમરાન સાહેબ પાસે કોઈ નાત જાત કે ઉચનીચ વગર એક મંચ પર શિક્ષણ આપી રહ્યા છે
આજે રોજ હિન્દુ ધર્મનાં પાવન પર્વ શ્રાવણ માસ દરમ્યાન શિવ આશીષ ગ્રુપ દ્વારા સમગ્ર સમાજ અને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના તમામ સમાજના બાળકો અને મુસ્લિમ સમાજ નું ગૌરવ એવા નામાંકિત શિક્ષકશ્રી ઈમરાન સાહેબ ભંડારમાં સમસ્ત હિન્દુ સમાજ વચ્ચે જમવાનું પીરસતા અને જમતાં હતાં ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ શિક્ષકશ્રી ઈમરાન સાહેબને મળવા માટે ઉત્સુક બની તમામ લોકોએ બે હાથ જોડીને અભિવાદન કર્યું હતું કે શિક્ષકશ્રી ઈમરાન સાહેબ લગાતાર શિક્ષણ આપી રહ્યા છે એવા સમયે શિવ આશીષ ગ્રુપ, ભોઈ મુકેશભાઈ દ્વારા આ સુંદર રચના સમગ્ર હિન્દુ સમાજ અને એક મુસ્લિમ યુવા શિક્ષક ઇમરાન સાહેબ આવાં દ્રશ્યો જાેઇ લોકોમાં કૂતુહલ સર્જાયો અને ઘણા લોકો અહી કોઈ નાત જાત કે ઉચ્ચ નીચ જોયાં વગર આ ભંડારાનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લ્હાવો લીધો હતો..


શિક્ષકશ્રી ઈમરાન સાહેબ શિક્ષાને પોતાનો કર્મ માનનારા તેમનાં હાથ નીચે અભ્યાસ કરેલાં કેટલાય ગરીબ અને મધ્યમ વર્ગના, માતા-પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને મફત શિક્ષણ મેળવી કોલેજ અને ઇજનેરીમાં પ્રવેશ મેળવી નોકરી કરતા થઈ ગયા છે આમ, ગોધરાનું ગૌરવ એવા મુસ્લિમ સમાજનો શિક્ષકશ્રી ઈમરાન સાહેબએ સાચાં અર્થમાં ધર્મ, જાતિ, નાતિ, ઉચનીચના ભેદભાવને ભુલીને પોતાના જ્ઞાનની વહેંચણી સમાજનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સામાજીક સમરસતા અને લોકમા માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડનાર એક માત્ર શિક્ષકશ્રી ઈમરાન સાહેબએ પાડ્યું છે

Share

Related posts

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો માર્ગ NH 147D કિલોમીટર મુજબ 80 થી 100 જેટલા થીંગડા

gujaratjanekta

માંડવી મઘ્યે સેવા,સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના અભિયાનની રેલીને ઘારાસભ્યના હસ્તે લીલી ઝંડી અપાઈ

gujaratjanekta

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial