Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના રાહગીરો રોડ પર ઉડતી ધૂળ થી હેરાન : રોડના ડિવાઇડર પર જામેલી ધૂળો સાફ કરવા માંગ કરાઈ

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ નગરમાં આવેલ બસ સ્ટેશન થી દાહોદ રોડ, બસ સ્ટેશન થી બાંસવાડા, ઠુંઠી રોડ થી હનુમાનજી મંદિર જતા રોડ પર ડિવાઇડર વાળો રોડ આવેલ છે. આ ડિવાઇડર રોડની બન્ને બાજુ ધૂળોનો કચરો મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીંથી નીકળતા વાહનો કે રાહગીરોને આ ઉડતી ઘુળોનો સામનો કરવો પડે છે. આ ધૂળની ઉડતા આવતા જતા રાહગીરોના આંખોમાં આવે છે તેથી અજાણ્યે ધૂળ ઉડીને આવતા અકસ્માતનો ભય પણ રહે છે. હાલમાં નગરમાં સુસવાટા મારતો પવન ફૂંકાય છે જેથી આ ઉડતી ધૂળો નગરજનોને વધુ હેરાન કરે છે વળી જો કોઈ વાવાઝોડું કે પવન ફૂંકાય તો રોડ પરની ધૂળો નગરજનોની દુકાનોમા પણ ભરાય છે. આ ઉડતી ધૂળો થી હેરાન નગરજનો તાત્કાલિક ડિવાઇડરની બંને બાજુ જામી ગયેલ ધૂળ સાફ કરવા માંગ કરી રહેલ છે.

Share

Related posts

વાઘોડિયા પ્રા. કન્યાશાળા નં. 3 નું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહ્રત : 7 ઓરડાવાળી આધુનિક શાળાની મંજુરી અપાઈ – જુઓ VIDEO

gujaratjanekta

દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ખાતર સપ્લાય સમિક્ષા સમિતિની બેઠક યોજાઈ.

gujaratjanekta

લો બોલો… ગોધરામાં ઓવર બ્રિજનું તત્કાલિન પુર્ણેશ મોદીએ ૨૧ મહીના પહેલા ખાતમુર્હત કર્યું અને ફરી વડાપ્રધાને ઈ-ખાતમુર્હત કરતા શહેરીજનો માથુ ખંજવાળતા થઈ ગયા !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial