Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. વિદ્યાપીઠ દ્વારા રાજ્યપાલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપા ગૂજરાત વિદ્યાપીઠ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વશાંતિ માટે ગાંધી જીવન-દર્શનને જન-જન સુધી પહોંચાડવું આજે અત્યંત જરૂરી છે.

રાજ્યપાલએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે વિદ્યાપીઠની પ્રથમ મુલાકાત સમયે મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રથી બંધાઈને પરિવારભાવ સાથે મહાત્મા ગાંધીજીના ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવનદર્શનને પામવાનું – શીખવાનું પરમ તીર્થ છે. તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગતરૂપે તેઓ જીવનમાં બે મહાપુરુષોથી પ્રભાવિત છે. એક મહર્ષિ દયાનંદ સરસ્વતી અને બીજા મહાત્મા ગાંધીજી, જેમણે ગુજરાતની પાવન ધરતી પર જન્મ લઈ વિશ્વકલ્યાણ માટે સ્વાર્પણ કર્યું હતું.
રાજ્યપાલએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદગી બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે મહાત્મા ગાંધીજી જીવનપર્યંત રહ્યા, ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, નારાયણભાઈ દેસાઈથી લઈને ઈલાબહેન ભટ્ટ જેવા મહાન વ્યક્તિઓ અને ચિંતકોએ ગાંધીવિચારને જન જન સુધી પહોંચાડવા ભગીરથ પુરુષાર્થ કર્યો, એ પદ પર કાર્ય કરીને ગૂજરાત વિદ્યાપીઠની આ પરંપરાને વધુ મજબૂતીથી આગળ ધપાવીશું.
Share

Related posts

પીએમ મોદી તારંગા હિલથી આબુ રોડ રેલવે લાઇનનું કરશે ભૂમિપૂજન

gujaratjanekta

દાહોદ જિલ્લામાં ડિસેમ્બરની વસ્તી ગણતરીમાં સારસ પંખીઓની સંખ્યા ૧૨ જેટલી હોવાનું જાણવા મળ્યું

Admin

ઝાલોદ તાલુકાના વેલપુરા નજીક પૂરપાટ આવતી ફોરવીલર ગાડી રોડની સાઈડમાં ઉતરી: છ ઇસમોનો આબાદ બચાવ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial