![]()
Gujarati NewsLocalGujaratVadodaraSEBI Approves Issuance Of Rs 100 Crore Bonds For Participation In Various Projects Of Vadodara Manpa, Private And Government Companies To Invest
વડોદરાએક કલાક પહેલા
પાલિકાએ 100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે કસરત શરૂ કરી
કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂપિયા 100 કરોડના બોન્ડ બહાર પાડવા માટેની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી છે અને હવે આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બોન્ડમાં ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે.
2020 -21સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરવામા આવ્યાઆ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફર્મેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા પાણી, ડ્રેનેજ, વરસાદી ગટરના 14 પ્રોજેક્ટ 533.40 કરોડની કિંમતના 30 ટકા હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે કસરત શરૂ કરી હતી. જેમાં પાંચ વર્ષની બેલેન્સશીટ, કેસ ફ્લો, સ્થાવર-જંગમ મિલકતો વિગેરેની માહિતી મેળવી વર્ષ 2015-16થી વર્ષ 2020 -21સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરવામા આવ્યા હતા.
અક્રુઅલ બેઝ પ્રમાણે નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ પ્રમાણે બેલેન્સશીટ તૈયાર કરી હતી. જે બાદ ક્રિશિલ અને ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિયા કરી હતી. જેમાં ડિસેમ્બર 2020માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ AA+ અને ક્રિશિલ સંસ્થા એ AA રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે-2021માં રાજ્ય સરકારે રૂપિયા 200 કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની મંજૂરી બાદ મર્ચન્ટ બેન્કર કમ એરેંજર તરીકે SBI કેપિટલ માર્કેટ લિમિટેડ, લીગલ કાઉન્સિલ તરીકે એમ વી કીની લો ફર્મ , રજિસ્ટ્રાર તરીકે કેફીન ટેકનોલોજી, ટ્રસ્ટી તરીકે એસબીઆઈ કેપ ટ્રસ્ટી લિમિટેડ ડી મેટ પ્રમાણે ફોર્મ માં નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિ.અને સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટી, ઓડિટર તરીકે પી ઇન્દ્રજીત એન્ડ એસોસિએટ અને એક્રો એકાઉન્ટ માટે બેંક ઓફ બરોડા ની નિમણૂક કરી હતી.
સેબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરીવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેલેન્સશીટ પ્રમાણે વર્ષ 2020 -21 ની રૂપિયા12904 કરોડની થઇ હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રિલિમિનરી પ્લેસમેન્ટ મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેશનને લગતી તમામ માહિતી રજૂ કરવામાં આવી હતી અને 850થી વધુ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો જે અંગે સેબીમાં ગત તા. 21મી ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યો હતો. ત્યારબાદ 2જી માર્ચના રોજ સેબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. અને 15મી માર્ચના રોજ સેબીએ મંજૂરી આપી આગળની બોન્ડ ને લગતી કામગીરી કરવા જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…

