Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ભૂત-પ્રેત પ્રિન્સિપાલના રાજીનામાની તૈયારી! સાહેબનો મસાલાનો વેપાર હવે તંત્રને ‘તીખો’ લાગ્યો! ACB ની એન્ટ્રીથી ફફડાટ – શું રાજીનામું સ્વીકારાશે?

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રસિદ્ધ થયેલા સરકારી શાળામાં ડિજિટલ પ્રોક્સી કૌભાંડ” ના સમાચાર બાદ શિક્ષણ જગતમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. પત્રકારત્વના પ્રહારથી ઘેરાયેલા પ્રિન્સિપાલ હવે કાયદાના સકંજામાંથી બચવા માટે ‘રાજીનામા’નો શોર્ટકટ અપનાવી રહ્યા હોવાની વિશ્વસનીય વિગતો પ્રાપ્ત થઈ છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ પણ વિગતો માંગી હોવાથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​પાપ છુપાવવા રાજીનામાનો દાવ?

​મળતી માહિતી મુજબ, પ્રિન્સિપાલ હવે પોતાની નોકરી બચાવવાને બદલે જેલ જવાથી બચવા માટે રાજીનામું મૂકવાની ફાઈલ તૈયાર કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે, શું રાજીનામું આપવાથી વર્ષો સુધી સરકારી તિજોરીમાંથી લીધેલો મફતનો પગાર અને બાળકોના ભવિષ્ય સાથે કરેલી રમત માફ થઈ જશે? જાણકારોનું કહેવું છે કે, તપાસથી બચવા માટે આ એક આયોજિત વ્યૂહરચના હોઈ શકે છે.

​પ્રોક્સી માસ્તરોમાં પણ ફફડાટ 

​જે શિક્ષકે પ્રિન્સિપાલની ગેરહાજરીમાં તેમનું આઈ.ડી. વાપરીને હાજરી પૂરતા હતા, હવે તે શિક્ષક પણ કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. ACB ની તપાસ જો ઉંડાણપૂર્વક થશે, તો આ પ્રોક્સી માસ્તરની નોકરી પર પણ તલવાર લટકી રહી છે. તંત્રમાં ચર્ચા છે કે “સાહેબ તો ડૂબશે, પણ સાથે પ્રોક્સી ભક્તને પણ લેતા જશે.”

Share

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સંતરામપુરમાં ભવ્ય “@૧૫૦ યુનિટી માર્ચ” એકતા યાત્રા યોજાઈ

gujaratjanekta

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા નમો કે નામ રક્તદાન અંતર્ગત 30 યુનિટ રક્ત એકત્ર કરાયું

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય પારંપરિક અને સાંસ્કૃતિક ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial