Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર ખાતે પહોંચ્યા : ભાવનગરમાં દર્દીઓની મુલાકાત-જાણો વધુ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર ખાતે પહોંચ્યા અને તેમણે ભાવનગરમાં દર્દીઓની મુલાકાત લીધી હતી. ઝેરી દારુ પીધા બાદ હાલત ખરાબ થતા કેટલાક દર્દીઓ સાથે વાતચીત કરી હતી. મીડીયા સમક્ષ વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું આ બધા પેશન્ટ્સને મળીને આવ્યો, ઘણા ગરીબ લોકો છે. તેમને જોઈને દુખ થાય છે. તેમની સાથે વાત કરતા કહ્યું કે, દારુ પીધા બાદ ઝાંખુ દેખાવવા લાગ્યું અને તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે, રોજ અહીં દારુ વેચાય છે. ગુજરાતમા નશાબંધીમાં ખુલ્લેઆમ દારુ કેમ મળે છે. એટલા બધા લોકો એડમિટ છે. ગામે ગામ આટલા મોટા સ્તરે દારૂ કેવી રીતે વેચાઈ શકે. તેમ તેમણે કહ્યું હતું. 

આ સાથે અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, બુટલેગરોને સંરક્ષણ મળી રહ્યું છે તેના વિના ના આ શક્ય નથી. હજારો, કરોડોનો આ ધંધો છે. હજારો, કરોડો કમામવવા માટે લોકોના જીવન સાથે રમત રમવાની આવી રહી છે. અમે એ માંગ કરી રહ્યા છે કે જેમના મૃત્યુ થયા છે તેમને આર્થિક સહાય આપે. ફક્ત નાના મોટા દારુ વેચવાળાને પકડવાથી કંઈ નહીં થાય પરંતુ જે માસ્ટર માઈન્ડ છે જે દારુની મોટી હાટડીઓ ચલાવે છે તેમને પકડવામાં નહીં આવે તો કંઈ નહીં થાય.
હું પણ એ કહી રહ્યો છું કે, અહીં નશાબંધી પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. રોજ દારુ વેચાય છે. ગામેગામ અને શહેરોમાં દરેક પ્રકારનો દારુ મળી રહ્યો છે. નશાબંધી દારુના વેપારના ચાલું રાખવા અને પૈસા કમાવવા માટે કવર કરવામાં આવી રહ્યું છે. 

દારુ વેચાઈ જ કેવી રીતે રહ્યો છે જો તેમાં કેમિકલ હોય તો મોટી ઘટના છે. રાજનિતી તેઓ કરી રહ્યા છે. આવા રાજ્યમાં નશાબંધી છે અને ઠેર ઠેર દારુ મળે છે. અમારી ગુજરાતમાં સરકાર બનશે તો સખ્તીથી આ નિયમ લાગુ કરાવીશું. જે લોકો હોસ્પિટલમાં છે તેમની હાલત અતિ ગંભીર છે તેમ અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું. 

Share

Related posts

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે નવા તાલીમાર્થીઓનુ સ્વાગત કરી પ્રોત્સાહનરૂપી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

દાહોદ તાલુકાના રાછરડા ગામે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે વાજતે ગાજતે શોભાયાત્રા રાછરડા ગામે કાઢવામાં આવી.

gujaratjanekta

ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ (મોટા સોનેલા) ખાતે રંગારંગ વિન્ટર કાર્નિવલનું ભવ્ય આયોજન – જાણો વધુમા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial