Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ સરકારી નોકરી/યોજનાઓ

લશ્કરી ભરતી (આર્મી)માં જોડાવવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજના અમલમાં – જાણો વધુ

ભરૂચ ગુરૂવાર લશ્કરી ભરતી (આર્મી)માં જોડાવવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજના અમલમાં છે. જેમાં જીલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આગામી સમયમાં યોજાનાર લશ્કરી ભરતી મેળા અંતર્ગત નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષની વય, એસ.એસ.સી./એચ.એસ.સી. પાસ ૫૦ કિલો વજન ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો જ તા: ૩૧ જુલાઇ ૨૦૨૨ સુધી આર્મીની વેબ સાઇટ joinindianarmy.nic.in પર અરજી કરી શકે છે.

તાલીમવર્ગમાં જોડાવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી “એ” બ્લોક, ગ્રાઉન્ડ ફલોર જુની કલેકટર કચેરી સંકુલ,આયોજન ભવન પાછળ,ભરૂચ ખાતે આપેલ દસ્તાવેજોની નકલ આધાર કાર્ડ, એલ.સી, જાતિનો દાખલો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રોજગાર કચેરી ભરૂચ ખાતે નામ નોંધાવી જવા માટે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયુ છે.

( નોંધ : ઉપર આપેલ વેબ સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવાર જ તાલીમ માં ભાગ લઈ શકશે. ) વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર ૬૩-૫૭ ૩૯૦-૩૯૦ ઉપર સંપર્ક કરવો એમ રોજગાર અધિકારી (જન)ની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Share

Related posts

દાહોદ ખાતે 24 મુ પ્રત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 નું દાહોદ ખાતે કરવામાં આવ્યું.

gujaratjanekta

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે હજારીયા ફળિયામાંથી 5,066 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો

gujaratjanekta

માંડવીમાં નવરાત્રી પંડાલમાં પોલિસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ બાદ પ્રવેશ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial