Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ શહેરની કુ.રાજવી વિજય કુમાર કડિયા એ રાષ્ટ્રીય યુવા મહોત્સવ ૨૦૨૫ નાં વિકસિત ભારત યંગ લીડરમાં પ્રદર્શન કરી દાહોદની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

સોલંકી કિશોરસિંહ,

રાષ્ટ્રીય યુવા દિવસ”.આ દિવસના સંદર્ભે પ્રતિવર્ષ ભારતમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાંકરવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લાનાં દાહોદ શહેરની કુ.રાજવી વિજય કુમાર કડિયા એ રાષ્ટ્રીય યુવા મહોત્સવના આ સર્વપ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત યંગ લીડરમાં પ્રદર્શન કરી દાહોદની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

ભારતમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભારતના ખૂણે ખૂણે થી પ્રતિભાશાળી યુવાઓને આમંત્રિત કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આ રાષ્ટ્રીય યુવા મહોત્સવને વિકસિત ભારત કરવાના સંકલ્પ સાથે યુવાઓને “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” નું આયોજન કરી વિવિધ પડાવો પાર કરી ઉત્કૃષ્ટ પ્રતિભાશાળી યુવાઓને ભારત ની રાજધાની દિલ્હી સ્થિત ભારતમંડપમ માં વિકસિત ભારત માટે પોતાના વિચારો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં તેઓ એ ત્રણ દિવસ PPT પ્રેસેંટેશન તથા વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ માં ભાગ લઈ યુવાઓ એ પોતાના વિચારો અને વિઝન રજૂ કર્યા હતા.

ત્રિદિવસીય આ કાર્યક્રમમાં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, યુવા અને ખેલમંત્રી શ્રી મનસુખ માંડવીયા,યુવા અને ખેલ રાજમંત્રી સુશ્રી રક્ષા ખડસે, અન્ય સાંસદ સભ્યો, ઈસરો ના ચેરમેન શ્રી એસ. સોમનાથ, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રા, ભૂતપૂર્વ સાઉથ આફ્રિકા ક્રિકેટર જહોન્ટી રહોઝ, Super 30 ના ફાઉન્ડર આનંદ સર, પદ્મશ્રી કલ્પના સરોજ,ભારત ની પ્રથમ MBA સરપંચ છવી રજાવત, યુવા સાંસ્કૃતિક ક્રીએટર જ્હાનવી સિંહ,CEO રિતેશ અગ્રવાલ, ફાઉન્ડર નીતિન સલુજા, નીતિ આયોગના ફાઉન્ડર અમિતાભ કાંત આ ઉપરાંત અન્ય domain Experts ઊપસ્થિત રહ્યા હતા.આ “વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ” યુવા થકી,યુવાઓ દ્વારા,યુવાઓ માટે હતો.જેમાં ગુજરાત રાજ્ય ના દાહોદ જિલ્લા ની કુ.રાજવી વિજયકુમાર કડિયા ભારતની સંસદભવન માં ગત 5 વર્ષ માં વક્તવ્ય આપેલ કુલ 800 માંથી માત્ર 20 સર્વશ્રેષ્ઠ વક્તાઓ ની પસંદગી “વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ” ના ઉદઘોષક અર્થાત્ એંકર તરીકે ” મહિલા સશકતિકરણ” ના વિભાગમાં થઈ હતી.જેમાં તેણે ભારત ના યુવાઓ ના વિઝન માટે મંચ સંચાલન જવાબદારી પ્રાપ્ત થઈ હતી, આ ઉપરાંત કુ.રાજવી કડિયા ગુજરાત રાજયકક્ષાએ યોજાયેલ ડીકલમેશનમાં નંબર પ્રાપ્ત કરી રાજધાની દિલ્હીના આ ભવ્ય ભારત મંડપમ માં ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરી સમસ્ત રાષ્ટ્ર ના યુવા નેતાઓ અને એક્સપર્ટ સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આમ, કુ.રાજવી વિજય કુમાર કડિયા એ રાષ્ટ્રીય યુવા મહોત્સવના આ સર્વપ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ માં બે વસ્તુ માં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત નું નામ રોશન કર્યું હતું.તે બદલ ગુજરાત સરકાર તરફથી કુ.રાજવી વિજય કુમાર કડિયા અભીનંદન પાઠવવામાં આવ્યા.

Share

Related posts

ફતેપુરા તાલુકામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં મ.ભો. યોજનાના કેન્દ્રો પર સંચાલક કમ-કુક ની જગ્યા માટે ઉમેદવારોએ મ.ભ.યો.શાખા, મામલતદાર કચેરી ફતેપુરા ખાતેથી ફોર્મ મેળવી લેવા

gujaratjanekta

ભાજપ કમલમ ખાતે વિવિધ હોદ્દેદારોની નિમણૂક તેમજ વરણી કરવામાં આવી

gujaratjanekta

જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી આતંકવાદનો વિરોધ નોંધાવી.. જુમ્મા ની નમાજ અદા કરાઈ…

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial