Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

ગોલ્ડન લોહી નહી મળતા વ્યક્તિએ જીવ ગુમાવ્યો : રાજકોટમાં મળ્યું અતિ દુર્લભ EMM નેગેટિવ ગ્રુપ

પ્રાપ્ત માહિતી પ્રમાણે સામાન્ય રીતે લોહીનો કલર લાલ જ હોય તેવું માનવામાં આવે છે પરંતુ હવે એક નવા જ બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે. તે ‘EMM નેગેટિવ’ નાં નામથી ઓળખાતું આ બ્લડ ગ્રૂપ ધરાવતા વ્યક્તિનું લોહી લાલ નહીં પરંતુ ગોલ્ડન જેવા કલરનું હોય છે તેનાથી પણ મોટી વાત તો એ છે કે, એક રાજકોટ ના વ્યક્તિમાં જ ‘EMM નેગેટિવ’ નામનું આ બ્લડ ગ્રૂપ જોવા મળ્યું હતું. જોકે આ કારણે જ તેને હાર્ટની સર્જરી સમયે ક્યાંયથી મેચ થાય તેવું લોહી નહીં મળતા તેનું મોત નિપજ્યું હતું અને હાલ આ વાત પ્રકાશમાં આવી છે. દુનિયામાં આ બ્લડ ગ્રૂપ ધરાવતા અંદાજે 10 વ્યક્તિઓ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રહેતા એક 65 વર્ષીય વ્યક્તિને ત્રણેક મહિના અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો. જેને લઈને તેને બ્લડની જરૂર પડી હતી. જો કે તેને મેચિંગ બ્લડ રાજકોટમાં નહીં મળતા સૌપ્રથમ અમદાવાદ અને ત્યારબાદ સુરત લઈ જવામાં આવ્યો હતો. સુરતનાં સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરમાં પણ આ વ્યક્તિને મેચ થાય તેવું બ્લડ નહીં મળતા તેનાં બ્લડનું ગ્રૂપ ‘EMM નેગેટિવ’ હોવાની હકીકત સામે આવી હતી. આ સેન્ટરનાં ફિઝીશિયન ડો. સન્મુખ જોશીએ કહ્યું હતું કે, ‘EMM નેગેટિવ’ દુનિયાનું સૌથી દુર્લભ ગ્રૂપ છે. અને દુનિયાભરમાં આ ગ્રૂપ ધરાવતા માત્ર 8-10 જ લોકો છે. જો કે મેડિકલ નિયમો અનુસાર આ પૈકી કોઈની ઓળખ આપી શકાય તેમ નથી. રાજકોટ શહેરનાં જે વ્યક્તિમાં આ ગ્રૂપ મળ્યું તેના ભાઈનાં શરીરમાં પણ આ જ બ્લડ ગ્રૂપ હોવાનું પણ બાદમાં સામે આવ્યું હતું.

સુરત પહેલા આ વ્યક્તિનાં બ્લડ સેમ્પલ અમદાવાદ મોકલાયા હતા. જ્યાં પ્રથમા બ્લડ બેંક ખાતે તેઓનું મેચિંગ બ્લડ નહીં મળતા ડાયરેક્ટર ડો. રિપલ શાહે બ્લડ મેચ નહીં થવા છતાં આગળ તપાસ કરી હતી. જેમાં પરિવારજનોનાં ટેસ્ટ કરવામાં આવતા તેમના સંતાનોનું બ્લડ ગ્રૂપ મેચ થયું નહોતું. પરંતુ તેમના એક ભાઈનું ગ્રૂપ મેચ થયું હતું. જો કે તેમના બ્લડમાં પણ EMM પ્રોટીનનો અભાવ હોવાને કારણે આ બ્લડ તેઓને આપી શકાય તેમ નહોતું. બાદમાં આ સેમ્પલ સુરતનાં ડો. સન્મુખ જોશીને મોકલાયા હતા તેમજ ત્યાંથી પણ મેચિંગ બ્લડ ન મળતા સેમ્પલ ન્યુયોર્કમાં મોકલાયા હતા. જ્યાંથી આ વ્યક્તિ ‘EMM નેગેટિવ’ હોવાનો ખુલાસો થયો હતો.

કહેવાય છે કે, ગોલ્‍ડન બ્‍લડ પહેલીવાર 1961 માં તપાસમાં સામે આવ્‍યુ હતું. ઓસ્‍ટ્રેલિયન મહિલાના ગર્ભવતી દરમિયાન તેના ગોલ્‍ડન કલરના રક્‍ત વિશે જાણવા મળ્‍યુ હતું. ડોક્‍ટરને લાગ્‍યુ હતું કે, Rh-null ને કારણે તેનુ બાળક પેટમાં જ મરી જશે. ઈન્‍ટરનેશનલ સોસાયટી ઓફ બ્‍લડ ટ્રાન્‍સફયુઝને આ બ્‍લડ ગ્રૂપને ઈએમએમ નેગેટિવ એટલા માટે ગણાવ્‍યુ છે કે, રક્‍તમાં EMM એટલે કે લાલ રક્‍ત કોશિકાઓમાં એન્‍ટીજન મળી આવતુ નથી. આ રક્‍તને ગોલ્‍ડન બ્‍લડ પણ કહેવાય છે. આ રક્‍ત એ લોકોના શરીરમાં મળી આવે છે જેમનું Rh ફેક્‍ટર null હોય છે. ડો. રિપલ શાહ, સ્‍નેહલ સેંજલિયા અને ડો. સનમુખ જોષી સહિત અન્‍ય લોકો દ્વારા એશિયન જર્નલ ઓફ ટ્રાન્‍સફયુઝન સાયન્‍સમાં એન્‍ટી EMM, નવી રક્‍ત જૂથ સિસ્‍ટમ EMM (ISBT042) ને વ્‍યાખ્‍યાયિત કરતા ભારતીય દર્દીમાં ઉચ્‍ચ ઘટના એન્‍ટિજેન EMM માટે એક દુર્લભ વિશિષ્ટતા નામનું પેપર પ્રકાશિત કરવામાં આવ્‍યું છે.

Share

Related posts

વડોદરામાં CMના કાર્યક્રમમાં મોટી ચૂક: મંજૂરી વિના ડ્રોન ઉડતા પોલીસમાં દોડધામ

gujaratjanekta

કાંકણપુર ખાતે “બાળવિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ભાવનગર અક્ષરવાડી મંદિર ખાતે દીપાવલી પર્વ અને નૂતન વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial