Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરાના વાઘોડિયા બાયપાસ રોડ પર દબાણો દુર કરાયા : રોજીરોટી છીનવાઈ જતાં લોકો મિડીયા સમક્ષ રડી પડ્યા – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં શહેરના વાઘોડિયા રોડ બાયપાસ પાસે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા ટીમ પહોંચી હતી. મહાનગરપાલિકાની ટીમ પહોંચે એ પહેલા જ લોકોએ પોતાની લારીઓ હટાવવાનું શરૂ કરી દીધુ હતુ. દબાણકારોને પાલિકાની ટીમ આવવાના ભણકારા વાગતા જ જાતે દબાણો દૂર કરવામાં લાગ્યા હતા. અહીં પતરા શેડ અને કેબીન પણ ઉભી કરવામાં આવી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમે આ તમામ દબાણો દૂર કર્યા હતા. જો કે દબાણો દૂર કરતાં રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની રોજીરોટી છીનવાઇ જતા રહીશો રોષે ભરાયા હતાં અને મિડીયા સામે રડી પડ્યા હતા. રહીશોનું કહેવુ છે કે પાલિકાની ટીમ અચાનક આવી પહોંચી,પહેલા જાણ કરી હોત તો અમે જાતે જ અમારી લારી હટાવી દેતા પણ પાલિકાની ટીમ દ્વારા લારી હટાવી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખા ટીમના અધિકારીએ જણાવ્યુ હતુ કે વાઘોડિયા બાયપાસ પાસે લારી ગલ્લાનાં શેડ બનાવી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ ટ્રાફિક સમસ્યાને લઇને દબાણો દૂર કરવામાં આવ્યા છે ગઇ કાલે ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી, દેણા ચોકડી પાસે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજે વાઘોડિયા બાયપાસ પાસે ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લા અને શેડ બનાવવામાં આવ્યા છે તેની દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે.
આ પહેલા પણ પાલિકાની ટીમ દ્વારા શહેરમાં અનેક જગ્યાએ દબાણો દૂર કરવામાં આવ્યા છે.

Share

Related posts

ખાખરીયા પ્રાથમિક શાળામાં લાઈટ વાયરિંગ માં સૉર્ટ સર્કિટ

gujaratjanekta

અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સ્નેહ મિલન ભુઆધરા ખાતે યોજવામાં આવી

gujaratjanekta

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કરવામા આવ્યો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial