Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વચ્છ ભારત મિશન હેઠળ જાહેર શૌચાલયના નામે લાખોનો ભ્રષ્ટાચાર – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર
ભારત અને ગુજરાત સરકાર દ્વારા મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ખોડદરા કોટવડ ગ્રામ પંચાયતમાં સામૂહિક અને જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2019 – 20 માં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત આ યોજના જાહેર કરવામાં આવી હતી. 14 માં નાણાપંચ માથી આશરે ₹1 લાખના ખર્ચે ગામની અંદર શૌચાલયની કામગીરી કરવામાં આવી. તપાસ દરમિયાન અંદર પૂરેપૂરી આ રકમની ચુકવણી કરવામાં તો આવી પણ તલાટી, સરપંચ તેમજ અન્ય અધિકારીઓની મિલીભગતના કારણે આજે શૌચાલયની કામગીરી અધુરી રાખીને અધધ… ₹ ૧ લાખ જેટલી રકમ ઉપાડી ભ્રષ્ટાચાર કર્યો હોવાનુ સ્પષ્ટપણે દેખાય રહ્યું છે.

આ સામુહિક શૌચાલયમાં સોસ ખાડા, બેસાડવાના ટોપ મુરઘા તેમજ અન્ય કામગીરી અધુરી હોવા છતાં સરકારી અધિકારીઓએ અને તલાટી કમ મંત્રીએ સ્થળ તપાસ કર્યા વગર ટકાવારી વેંહચી ભ્રષ્ટાચાર આચરી રકમ મંજૂર કરી નાખી હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. ગ્રામજનોના મુખે મળતી માહિતી મુજબ આજ દિન સુધી આ સામૂહિક શૌચાલયનો અત્યાર સુધી અમે તેનો ઉપયોગ કર્યો જ નથી કારણ કે તેને સોસ ખાડા જ કર્યા નથી અને આ શૌચાલય બનાવવામાં વેઠ ઉતારી હોય તેવુ સ્પષ્ટપણે દેખાય છે. આ જાહેર શૌચાલય બનાવવામાં પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તે સાંભળી લોકો સત્તા પરના લોકોની હાંસી – મજાક ઉડારી રહ્યા છે તેમજ 14 માં નાણાપંચના સરકારના નાણા નો દૂર ઉપયોગ થવા પામેલો છે સ્વચ્છ ભારત… સ્વચ્છ મિશન વડાપ્રધાનના આ સૂત્રને સાકાર કરવા માટે સતત પ્રયાસો ચાલી રહેલા છે પરંતુ આ કોટવડ ગ્રામ પંચાયતમાં રકમની ચુકવણી કર્યા પછી પણ સામુહિક શૌચાલય ગ્રામજનો માટે આજે બિન ઉપયોગી બની રહ્યું છે. સ્થાનિક ગ્રામજનો કહી રહ્યા છે કે અમને જાહેર શૌચાલયનો લાભ મળવો જોઈએ અને આવી કામગીરીની તત્કાલિન તપાસ ઉભી થાય તે પણ જરૂરી છે.

Share

Related posts

“ગુજરાતના બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય દત્તક વિધાન માસની ઉજવણી”

gujaratjanekta

પાટણ શહેર ના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં હાઇડ્રોપોનીકસ અને ડ્રિપ સિસ્ટમ વિશે વર્કશોપ યોજાયો

gujaratjanekta

દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાંથી દાહોદ શહેરની ઘાંચીવાડ વિસ્તાર આંગણવાડી બહેનશ્રી હિરલ ભટ્ટને કાર્યકરની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial