સંકેત પંડ્યા – એડિટર
પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને સામાજિક અને સહકારી ક્ષેત્રની અનેક સંસ્થાઓમાં સક્ષમ નેતૃત્વ સાથે સંકળાયેલા કે.ટી. પરીખની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય સહકારી સંઘની બેઠકમાં વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ રીતે નિમણૂક કરાતા ગોધરાનું આ ગૌરવ ગુજરાત રાજ્યના સહકારી ક્ષેત્રમાં ખીલી ઉઠ્યું હતું.

અમદાવાદ ખાતે જે.બી.દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિ, રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય અને ગુજરાત રાજય સહકારી સંધ, અમદાવાદ ના બોર્ડ ઓફ ડીરેકટરર્સની ઉપસ્થિતિમાં અમદાવાદ ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં વાઇસ ચેરમેન તરીકે કે.ટી.પરીખ બિનહરીફ ચુંટાયા હતા. કે.ટી.પરીખ ગોધરાની પ્રતિષ્ઠિત ૯૯ વર્ષો જુની ધી. ગોધરા સીટી કો.ઓપ. બેક લિ, ના ચેરમેન તરીકે પણ ધણા વર્ષોથી કામગીરી કરી રહયા છે. વધુ માં આંતર રાષ્ટ્રિય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ના કેન્દ્રીય અધ્યક્ષ તરીકે, ગુજરાત વિધાનસભા ના એસોશીયેશન ના પ્રમુખ, ગુજરાત રાજય બેક્રસ ફેડરેશન ના ડીરેકટર ના વિશેષ આંમત્રિત મેનેજિંગ કમિટી સભ્યપદે સેવા આપી રહેલા સહકારી અગ્રણી કે.ટી.પરીખ ગોધરા નગર સહીત પંચમહાલ જીલ્લા ની નાની મોટી વિવિધ શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક, સહકારી સંસ્થાઓ સાથે જોડાઈને સહકારી પ્રવૃત્તિ ને વેગ આપવાનો પ્રયાસ કરી રહયા છે.

ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર, અમદાવાદના હોદ્દેદારો ની ચુંટણી દરમ્યાન ભાજપાના શિર્ષ નેતૃત્વ સહીત ગુજરાત ભા.જ.પા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત પ્રદેશ ભા.જ.પા સહકાર સેલ કન્વીનર બિપીનભાઈ પટેલ ( ડે.સ્પીકર અને શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ગોધરા ના ધારાસભ્ય સી.કે.રાઉલજી, ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેક્રના ચેરમેન અજયભાઈ પટેલ, રાષ્ટ્રીય બેક્રીંગ ફેડરેશન ના અધ્યક્ષ જયોતીન્દ્રભાઈ મહેતા, ગુજરાત રાજય ખેતી બેકિંગના ચેરમેન ડોલરભાઈ કોટેચા, રાજયસભા ના સાસંદ નરહરીભાઈ અમીન સહીત ગુજરાતભર માંથી સહકારી આગેવાનો અને ભા.જ.પા સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ એ કે.ટી.પરીખ ને અભિનંદન પાઠવ્યા હતા.

