Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર મુસ્લિમ સમુદાય દ્વારા આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી 

 

આ કાર્યક્રમ ગોધરાના સરદાર નગર ખંડ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ગોધરા શહેરના આસપાસના ગામડાઓમાંથી પંચાયતના મુસ્લિમ તાલુકા સભ્યો, સરપંચો,નગર પાલીકાના સભ્યો,તથા તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો અને મુસ્લિમ સમુદાયના ધર્મગુરૂઓ,અગ્રણીઓ,હાજર રહીને વર્તમાન સમયમાં મુસ્લિમોના ઘટતા રાજકીય અસ્તિત્વ પર ચિંતાઓ વ્યક્ત કરી હતી અને આવનાર વિધાનસભા 2022 માં મુસ્લિમો એક થઈ પોતાના વોટની ખરા અર્થની તાકત બતાવે એવી હાકલ કરી હતી
આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધારવાના આશય સાથે કરવામાં આવ્યુ જેમાં તમામ પક્ષના હોદ્દેદારોને કહેવાયુ હતુકે પોતાના પક્ષમાં જઈ પોતાનો અધિકાર માંગો અને ચૂંટણી લડવા માટે આગળ આવો આ ચિંતન શિબિરમાં ઉત્સાહપૂર્વક યુવાનો સહિત લોકો જોડાયા હતા જ્યારે હવે આગળના દિવસોમાં પણ આ ચિંતન શિબિરના કાર્યક્રમના નેજા હેઠળ નવા નવા કાર્યક્રમો મુસ્લિમ સમુદાયમાં કરવામાં આવશે અને મુસ્લિમોને જાગૃત કરવાના પ્રયાસો કરાશે ગોધરા વિધાનસભા ક્ષેત્ર અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી અન્ય સીટો ઉપર આ રીતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે

Share

Related posts

ફતેપુરા તાલુકા માં વીજ કંપનીના મેગા દરોડામાં રૂપિયા એક કરોડ 95 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ

gujaratjanekta

‘છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓ પણ પૂર્વ પતિ પાસેથી આજીવન ભરણપોષણની હકદાર’

Admin

તવાંગમાં તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, ચીન બોર્ડર પર આજે ગરજશે સુખોઈ-રાફેલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial