Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરામાં PM મોદીની સભા સ્થળ બહાર મુકાયેલું 71 ફુટ ઉંચુ કટાઉટ ફાટ્યું, હલકી કામગીરી ખુલ્લી પડી

સંકેત પંડ્યા – એડિટર
વડોદરા ખાતે 18 મી જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને સાથે સાથે લેપ્રસી ગ્રાઉન્ડમાં મોટી જનમેદનીને સંબોધન કરશે. આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આજે સવારે પીએમ મોદીનું 71 ફુંટ ઉંચુ લગાડવામાં આવેલું કટાઉટ સાંજ ઢળે તે પહેલા જ ફાટી ગયું છે. જેને કારણે તંત્ર દ્વારા કરવામાં આવતી હલકી ગુણવત્તાની પોલ ખુલી જવા પામી છે.

 

18 જૂનના રોજ પીએમ મોદીને આવકારવા માટે વડોદરા થનગની રહ્યું છે. જનસભા છે ત્યાં રોડ, રસ્તા અને સ્વચ્છતાની પુરતી તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે પીએમ મોદીના લેપ્રસી ગ્રાઉન્ડ સ્થિત સભા સ્થળ બહાર 71 ફુટ ઉંચું કટાઉટ મુકવામાં આવ્યું છે. આજે સવારે મેયરે વિવિધ જગ્યાઓ પર કરવામાં આવેલી રંગોળી અને કટાઉટનું નિરીક્ષણ કર્યું હતું. જો કે આ કટાઉટ મુકે 24 કલાક પણ ટક્યુ નહી. સાંજે 4 : 25 ની આસપાસ કટાઉટનો ઉપરનો ભાગ ફાટી ગયો હોવાનું ધ્યાને આવ્યું છે.


આ કટાઉટ ચાર રસ્તા પર મુકવામાં આવ્યું છે. કટાઉટની ફરતે ફ્રેમ બનાવીને મુકવામાં આવ્યું છે. પરંતુ પવનના જોરના કારણે અથવાતો અન્ય કારણોસર કટાઉટ ફાટી જવાને કારણે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના મતે આટલું મોટું માળખું બનાવતી વખતે ચોમાસાની સ્થિતી ધ્યાનમાં રાખવી જરૂરી છે. શનિવારે 5 લાખ લોકો પીએમ મોદીની સભામાં હાજર રહેશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તેવામાં સારૂ દેખાડવા માટે તૈયાર કરવામાં આવેલું પોસ્ટર ફાટી જવાથી મજાકનો વિષય બની જવાય તેમ નકારી શકાય નહિ. હવે આ માળખા પર નવું પોસ્ટર લાગે છે કે બીજું કંઇક થાય છે તે જોવું રસપ્રદ છે.

Share

Related posts

રાજકોટનાં ૪૫ વર્ષના આધેડએ કરી આત્મહત્યા: ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

Admin

પાટીદારોના ગઢમાં સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યોજાયો રોડ શો – 27 કિમી લાંબો રોડ શો

Admin

ઝાલોદ આપ પાર્ટીની સમીક્ષા બેઠક ચેતરભાઇ વસાવાની ઉપસ્થિતમા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial