પંકજ પંટિત
તાલુકામાં વાવાઝોડા થી કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકશાન થયેલ નથીઝાલોદ તાલુકામા 05-05-2025 દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે પસાર થયો હતો. રાત્રિના અંદાજીત 7:30 કલાકે તોફાની પવન આખા તાલુકામાં ફૂંકાયો હતો. આ વાવાઝોડા એ આખા તાલુકાને અંદાજીત પિસ્તાલીસ મિનિટ બાનમાં લીધો હતો. તાલુકામાં જેવો તોફાની પવન ફૂંકાયો તેવી જ આખા તાલુકામાં લાઇટ બંધ થઈ ગઈ હતી. આખા તાલુકામાં લાઇટ બંધ થતાં ચોમેર અંધારપટ છવાયો હતો. તોફાની પવને આખા તાલુકાને બાનમાં લીધો હતો. આ તોફાની પવનને લઈને અનેક દુકાનોના પતરા ઉડી ગયેલ હતા તેમજ નગરના રસ્તાઓ નિર્દેશ કરતાં બોર્ડે, ઝાડ વગેરે પડી ગયેલ જોવા મળેલ હતા.
ઝાલોદ નગરના પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા દ્વારા તોફાની પવનને લઈ કોઈ નુકશાન થયું છે કે નહીં તે અંગે માહિતી મેળવેલ હતી. પ્રાપ્ત થયેલ સૂત્રો મુજબ તાલુકામાં કોઈ પશુધન,મકાન કે અન્ય કોઈ મોટી જાનહાનિ સર્જાયેલ નથી. ઝાલોદ તાલુકામાં તોફાની પવન ફૂંકાતાં તાલુકાના અનેક વિસ્તારોમાં લાઇટ ડૂલ થઇ ગયેલ હતી. ઝાલોદ તાલુકામાં અમુક વિસ્તારોમાં રાત્રી દરમ્યાન લાઇટ આવી ગયેલ હતું તો અમુક વિસ્તારોમાં આખી રાત અંધારપટ છવાયેલ હતો જેને એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ દ્વારા બીજા દિવસે લાઇટનો ફોલ્ટ શોધી લાઇટ ચાલુ કરી દીધેલ હતી.
ઝાલોદ નગરમાં રામદ્વારા મંદિરની ઉપરનો ઝરુખો તોફાની પવન થી પડી ગયેલ હતો. મંદિરના મહંત દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે ઝરુખાની મજબૂતી નબળી પડી ગયેલ હોવાથી મંદિરને અડીને બહાર કોઈ વ્યક્તિ રોડ પર વ્યાપાર ન કરે નહોતો ઝરુખો પડી જવાનો ડર પણ રહેલો છે. તોફાની પવન ફૂંકાતા નગરની પોલિસ, નગરપાલિકા તેમજ પોલિસ તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળેલ હતો. આજે પણ નગરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ તેમજ લહેરાતો પવન જોવા મળ્યો હતો.

