Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આવો સૌ ભેગાં મળી ગોધરાના અટલ ગાર્ડનને સુંદર કરીએ

રિપોર્ટર:- મેહફુઝ હસન ગોધરા

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં નગરજનો માટે અટલ ગાર્ડન આવેલ છે. જેમાં સવારથી સાંજ સુધી નગરજનો કસરત કરવા, વોકિંગ કરવા, વડીલો શાંતિ માટે સમય વિતાવવા, બાળકો પોતાનો ફુરસદનો સમય વિતાવવા આવે છે.

અટલ ગાર્ડન ગોધરામાં નગરપાલિકા દ્વારા કસરત માટે જીમ, વડીલો માટે વિસામો, ઓપન હોલ, બાળકો માટે રમત ગમતના સાધનો, જરૂરિયાત મંદ લોકો માટે નેકીની દિવાલ અને આરોગ્યલક્ષી માહિતી સાથે જુસ વ્યવસ્થા કરેલ છે. જે ઘણો ઉપયોગી સાબિત થઇ રહ્યો છે.

પરંતુ અટલ ગાર્ડનમાં નગરપાલિકા દ્વારા રમત ગમત માટે સાધનો મુકેલ છે. જે હાલ તૂટી ગયેલ છે. હાલ વેકેશનમાં બાળકો અને વડીલો સમય પસાર કરવા માટે ગાર્ડનની મુલાકાત લેતા હોય છે, પરંતુ બાળકો ઘણા નિરાશ થઈ જાય છે. કારણકે તેઓ તૂટેલા સાધનો સાથે રમવું પડે છે. જેમાં ઇજા થવાનો ભય પણ છે.

અટલ ગાર્ડનમાં આવતા નગરજનો અને ખાસ નાના બાળકો મનોરંજન માટે આશા રાખે છે. હાલ દસ વર્ષીય કિહાનખાન એફ પઠાણ કે જેઓ નેશનલ રેકોર્ડ હોલ્ડર અને વૃક્ષ પ્રેમી છે. તેઓ દ્વારા નગરપાલિકા ગોધરાને અટલ ગાર્ડનની સફળ વ્યવસ્થા માટે આભાર અને નાના બાળકોના રમત ગમતના સાધન માટે મીઠી ભાષામાં અરજ કરેલ વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

નગરના તમામ નાના ભૂલકાઓ વતી કિહાનખાન પઠાણે શુભકામના સાથે નગરપાલિકા ગોધરા દ્વારા કે વિવિધ સેવા કરતી સંસ્થાઓ દ્વારા નવા સાધનો મૂકવામાં આવે તો બાળ મિત્રો અને નાના ભૂલકાઓના મનોરંજન માટે અમૂલ્ય ભેટ રહેશે. એવી આજીજી કરેલ છે.

સાથે અપીલ કરેલ છે કે અટલ ગાર્ડનમાં ઉપરોક્ત વ્યવસ્થા સાચવણી અને જાળવણીની જવાબદારી નગરપાલિકા અને ખાસ નગરજનોની આવે છે, જો આપણે સૌ ભેગા આપણા સાર્વજનિક સ્થળોની કાળજી રાખીશું તો એ આપણાં માટે જ ઉપયોગી છે.

આપણે આપણું ગાર્ડન સુંદર કરીએ અભિયાન માટે એક તંદુરસ્ત અરજ સૌ વડીલોને કરેલ છે. આશા છે. ગોધરા નગરના બાળકોનું આ સપનું
જલ્દી પૂર્ણ થશે.

Share

Related posts

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

માઁ શક્તિ શેરી ગરબા નગરપાલિકા વિસ્તાર દ્વારા આજે 101 થી વધુ કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા ઠંડીમાં બાળકો સાથે ઠુઠવાતી પ્રજા : જવાબદાર તંત્ર ઠંડીમા રજાઈ ઓઢી આરામમા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial