Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા ખાતે આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે ફ્લેગ માર્ગ યોજાયો

અબ્દુલ્લાહ પંજાબી:-સબ એડિટર


પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓ ની આગેવાનીમા આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિત્તે ગોધરા શહેરમા રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની જારવણીરૂપે ગોધરા શહેર ના એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જે રસ્તેથી રથયાત્રા નીકળનાર હોય તે સમગ્ર વિસ્તાર મા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો હતો.આ ફ્લેગમાર્ચ દરમીયાન પોઈન્ટોનુ નિરક્ષણ કરવામાં આવેલ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓને રથયાત્રા બંદોબસ્ત દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જરૂરી સુચનાઓ આપેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા ગોધરા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક હિમાલા જોષી મુખ્ય મથક ગોધરા તથા પોલીસ ઈન્સ.જે.એન પરમાર એલ.સી.બી પંચમહાલ ગોધરા તથા પોલીસ ઈન્સ.એમ.કે ખાંટ એસ.ઓ.જી શાખા પંચમહાલ ગોધરા તથા પોલીસ.ઈન્સ.એન.આર.ચૌધરી તથા પોલીસ ઈન્સ.પી.કે અસોડા તથા અન્ય પોલીસ અધિકારીઓ-૧૫ તથા પોલીસ કર્મચારીઓ ૧૩૦ જેટલા ફ્લેગમાર્ચ મા હાજર રહ્યા હતા.ફ્લેગમાર્ચ મા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓને સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.તેમજ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓ દ્વારા રણછોડજી મંદિર ની મુલાકાત લેવામાં આવી હતી અને રણછોડજી મંદિર ના ટ્રસ્ટી તેમજ મુસ્લિમ ધર્મગુરુઓ તહેવાર શાંતિપૂર્વક પુર્ણ થાય તે માટે પણ મિટિંગ નુ આયોજન કરવામા આવેલ હતું.

Share

Related posts

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામા ખાયકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર

gujaratjanekta

દાહોદ નગરમાં સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા નવરાત્રીને લગતી કલાત્મક વસ્તુઓનું સાત દિવસ સુધી થશે વેચાણ

gujaratjanekta

દેગામડા ગામે મહીસાગર તટે ₹૧.૫ કરોડના આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ”નું ભવ્ય લોકાર્પણ:અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે જનતાને અર્પણ કરાયો પ્રકલ્પ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial