Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે બે દારૂનાખેપિયાનો ઝડપી પાડતી વેજલપુર પોલીસ

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

રિપોર્ટર:-મેહફુઝ હસન

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા નાઓએ જિલ્લામાં દારૂ ની અસામાજિક પ્રવૃત્તિઓ ને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના આધારે ના.પો.અધિ.એચ.એ.રાઠોડ હાલોલ નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન ના પો.સ.ઈ.એ.એમ.બારીઆ નાઓ પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ હોય તે સમયે ખાનગી બાતમીદાર થી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે પાંચપથરા બાજુથી અડાદરા તરફ એક ઈનોવા ગાડી નંબર GJ-23-H-9901 માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એમ. બારીઆ નાઓ પોલીસ માણસો સાથે અડાદરા બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી બાતમી મુજબ ની ઈનોવા ફોર ગાડી ને પકડી પાડેલ અને રોયલ સિલેક્ટ ડીલક્ષ વીસ્કીના પ્લાસ્ટિકના ક્વાટરીઆ નંગ-૧૮૨૪ કી.રૂ.૧,૮૨,૪૦૦ તથા રોયલ સિલેક્ટ ડીલક્ષ વીસ્કીના પ્લાસ્ટિક હોલ નંગ-૧૪૪ કિ.રૂ.૫૭,૬૦૦ તથા ઈનોવા ગાડી GJ-23-H-9901 કિ.રૂ.૫,૦૦,૦૦૦ કુલ રકમ ૭,૪૫,૫૦૦ નો મુદ્દામાલ કરી આગળ કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશન માં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી:-
(૧) ગંગારામ કસ્તુરાજી પુરોહિત ઉ.વ.૪૫ રહે.પુરોહિત વાસ સાચોર તા.સાચોર જી.ઝાલોર રાજસ્થાન
(૨) મહેશભાઈ લાલાભાઈ ચાવડા ઉ.વર્ષ ૨૨ રહે. સાચોર શાંતીનગર કોલોની મુળ રહે. સુરાયન તા. ઝાલોર રાજસ્થાન

Share

Related posts

ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ ખાતે વડાપ્રધાનશ્રીનો વર્ચુઅલ કાર્યક્રમ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત શ્રી માધ્યમિક શાળા કદવાલ ખાતે યોજાયો પ્રવેશોત્સવ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial