Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

ગુજરાતનું ગૌરવ – વડોદરાના પૂર્વ શિક્ષિકા UKમાં મેયર બન્યા, એવુ તો શું કામ કર્યુ કે આખા શહેરમાં છે લોકપ્રિય

સંકેત પંડ્યા – એડિટર

વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા. મેરી એન્ટોની વડોદરાની રોઝરી સ્કૂલમાં 1995 થી 2007 સુધી શિક્ષિકા હતાં. 25 હજારની વસ્તી ધરાવતા રોયસ્ટોન ટાઉનમાં તેઓ મેયર તરીકે ચૂંટાઇને આવ્યાં. રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે. મેરી એન્ટોની સામુદાયિક સેવાના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

રોયસ્ટોનના મેયર બનનાર મેરી એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન છે. મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે તે પાર્ટીએ પ્રથમ વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મેરી એન્ટોની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે અને વડીલો-બીમારોની સેવા કરે છે. તેમના પતિ ડો. રોબિન IPCL સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવ નામનાં બે સંતાનો છે.
વડોદરાનાં સંસ્મરણ વાગોળતાં તેઓ જણાવે છે કે, ‘વડોદરામાં ગરબાનું સંગીત મને ખૂબ ગમતું હોવાથી હું તેને જોવા જતી. વડોદરાના ડો. રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં જ તેઓ સ્થાયી થઇ ગયાં. આ શહેર ખૂબ જ હરિયાળુ છે અને વેપારનું પણ કેન્દ્ર હોવાથી આસપાસનાં ઘણાં ગામોના લોકો અહીં ખરીદી કરવા આવે છે. રોયસ્ટોન લંડનથી 50 કિમીના અંતરે આવેલું છે. આજે પણ લોકો તેમને યાદ કરે છે.

Share

Related posts

ગોપાલભાઇ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ.

gujaratjanekta

ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે ઢોર ચરાવવા જતા બે બાળકોનું તળાવના પાણીમાં ડૂબી જતાં મોત

gujaratjanekta

ઝાલોદ વોર્ડ ન 2 કાઉન્સિલર દ્વારા નગરપાલિકાની મંજુરી વગર જાહેર રસ્તો તોડી પડ્યો.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial