Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા તેમજ અન્ય આંતર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના 4 ગુન્હાઓમા છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી એલ.સીબી પોલીસ 

         

           રિપોર્ટર :-મેહફુઝ હસન ગોધરા 

          અહેવાલ :-અબ્દુલ્લાહ પંજાબી

       પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સ્પેકટર જે.એન પરમાર એલ સી બી ગોધરાનાઓને વોંટેડ આરોપીઓ ને પકડવા ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા શહેર એ ડિવિઝન તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન તથા દાહોદ જિલ્લા ના ધાનપુર પોલીસ સ્ટેશન તેમજ દેવગઢ બારીયા  પોલીસ સ્ટેશન નો નાસ્તો ફરતો વોંટેડ આરોપી સુરેશભાઈ બાબુભાઈ દહમાં રહે.કાલીવાડ દહમાં ફળિયું તા.ધાનપુર જી.દાહોદ નાઓ હાલ ગોધરા બસ સ્ટેન્ડમાં ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પોલીસ સબ ઈન્સ્પેકટર આઈ.એ.સીસોદીયા એલ સી બી ગોધરા તથા સ્ટાફ ના માણસો ગોધરા ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગ માં હોય તેઓને બાતમી હકીકત થી વાકેફ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતાં તેઓએ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી સદરી આરોપી ને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારું ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે 

Share

Related posts

ઝાલોદ નગરના મોક્ષધામની કામગીરીના બાકી નીકળતા રૂપિયા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા સ્વાગતમા અરજી કરાઈ

gujaratjanekta

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો, માથામાં થઈ હતી ઈજા

gujaratjanekta

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મકાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial