Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

IPLની પ્લે-ઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ, 82 રને પવેલિયન-ભેગી થઈ LSG

રુચા રાવલ – અમદાવાદ

 IPL માં મંગળવારે ગુજરાત ટાઇટન્સ (GT) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને ખરાબ રીતે હરાવ્યું હતું. આ મોટી જીત સાથે ગુજરાતની ટીમ IPL 2022ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ. પહેલી જ સિઝનમાં પ્લે ઓફમાં પહોંચવાનું રેકૉર્ડ પણ ગુજરાતની ટીમે બનાવી દીધો છે.લખનૌની ટીમ માત્ર 82 રને પવેલીયન ભેગી થઈ હતી.
આમ પ્રથમ બેટિંગ કરતી વખતે ગુજરાત ટાઇટન્સે માત્ર 144 રન બનાવ્યા હતા, જે મોટો સ્કોર માનવામાં આવતો ન હતો. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આ લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી ન હતી અને બેટિંગ સંપૂર્ણપણે ઘૂંટણિયે પડી ગઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ માત્ર 82ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ગુજરાતે 62 રને મેચ જીતી લીધી હતી.
ગુજરાત ટાઇટન્સ IPLમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે જેમાંથી 9 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. ગુજરાત ટાઇટન્સ 18 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. હવે માત્ર ત્રણ ટીમો માટે જગ્યા બચી છે.લખનૌ સુપર જાયન્ટ્સના 16 પોઈન્ટ છે અને તેની બે મેચ બાકી છે. આવી સ્થિતિમાં જીત સાથે લખનૌનું સ્થાન પણ નિશ્ચિત થઈ જશે. લખનૌ ઉપરાંત બેંગલુરુ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ચેન્નાઈ અને કોલકાતા પણ પ્લેઓફમાં પહોંચવાની રેસમાં છે.

Share

Related posts

40 મિનિટમાં ત્રણ વખત સ્થગિત થઈ રાજ્યસભા, ગૃહમાં ગુંજ્યો બિહારમાં ઝેરી દારૂથી મોતનો મુદ્દો

Admin

મહીસાગર જીલ્લાના અનેક ગામોમાં લમ્પી વાયરસે પગ પેસારો કર્યો : તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં !!

gujaratjanekta

ફતેપુરા અને સંજેલી તાલુકા ના નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટરોઅધિકારીઓ સાથે બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial