Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હાલોલ તાલુકા નાવરીયા ગામે ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને રંગે હાથે પકડી પાડતી એસ.ઓ. જી પોલીસ

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી
રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટિક્સ ડ્રગ્સના દુષણને નેસ્ત નાબુદ કરવા સારું આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે ખાંટ ને ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે હાલોલ તાલુકા ના નાવરીયા ગામે નવાપુરા ફળીયામાં રહેતા પ્રવીણભાઈ શનાભાઈ રાઠોડ નાઓએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં લીલા ગાંજાના છોડોનુ વાવેતર કરેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે ખાંટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ.મુધવા તથા સ્ટાફ ના માણસો તથા બે પંચો સાથે રાખી નાવરીયા ગામે નવાપુરા ફળિયા આવેલ પ્રવીણભાઈ શનાભાઈ રાઠોડ ના કબજા ભોગવટાના ખેતરમાં જઈ તપાસ કરતા સદરી ઈસમ તેઓના ખેતરમાં હાજર મળી આવેલ.જેથી તેને સાથે રાખી તેના કબજા ભોગવટાના ખેતર માં તપાસ કરતા લીલા ગાંજાના છોડ મળી આવેલ.જેથી એફ.એસ.એલ અધિકારીશ્રી ને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા લીલા ગાંજાના છોડો હોવાનું જણાવતા હોય તમામ છોડો ને ઉપાડી વજન કરાવતા ૬.૦૫૦ કિલોગ્રામ થયેલ જેની કી.રૂ.૬૦,૫૦૦/- નો ગણી તપાસ અર્થે કબ્જે લઈ સદરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાયદેસર કરવા સારું કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Share

Related posts

ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહેલીવાર જાણીતી એન્જિયોગ્રાફી સાથે પેટની મહાધમણી અને કિડનીના નસમાં સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સફળ – ૫૦ ની ઉપર વયના દર્દીનું જીવન બચાવાયું

gujaratjanekta

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

gujaratjanekta

ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉને અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial